Breaking News : નીતિન ગડકરીએ કર્યો સક્રિય રાજનીતિ છોડવાનો ઈશારો ? કહ્યું- હું હવે વધુ કામ નથી કરી શકતો, નવા લોકો આગળ આવે

નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ, જાહેર જીવનમાં ઘણા વર્ષોની સેવા સાથે શારીરિક થાકને સ્વીકારતા, એવી ટિપ્પણી કરી હતી કે, "હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત કામ કરી રહ્યો છું. હવે, નવી પેઢીએ આગળ આવવું જોઈએ."

Breaking News : નીતિન ગડકરીએ કર્યો સક્રિય રાજનીતિ છોડવાનો ઈશારો ? કહ્યું- હું હવે વધુ કામ નથી કરી શકતો, નવા લોકો આગળ આવે
| Updated on: Aug 25, 2026 | 4:46 PM

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત કામ કરી રહ્યો છું. હવે, હું આટલા સામાજિક કાર્યમાં જોડાઈ શકતો નથી. નવી પેઢીએ આગળ આવીને આ જવાબદારી ઉપાડવાની જરૂર છે.” ગડકરીના આ નિવેદનથી મહારાષ્ટ્ર અને કેન્દ્રીય સ્તરે રાજકીય વર્તુળોમાં અટકળોનો માહોલ સર્જાયો છે. પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપી રહ્યા છે, જોકે તેમણે સ્પષ્ટપણે એવું કાંઈ કહ્યું નથી. પરંતુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે પછીની લોકસભાની ચૂંટણીમાં તેઓ નાગપુરથી નહીં લડે. સંભવત તેમના સ્થાને દેવેન્દ્ર ફડણવીસને પાર્ટી નવા ચહેરા તરીકે પ્રોજકેટ કરી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ પણ નાગપુરથી આવે છે અને ગડકરીની માફક સંઘ પરિવારની નજીકના વ્યક્તિ ગણાય છે.

નાગપુરમાં ‘એકલવ્ય એકલ વિદ્યાલય શિક્ષક-નિરીક્ષક તાલીમ કાર્યશાળા’માં ગડકરીએ કહ્યું, “સાચું કહું તો, હું ખરેખર પ્રેરણાનો સ્ત્રોત નથી કે એવું કંઈ નથી. આજકાલ, હું પહેલા જેટલું કામ કરી શકતો નથી. જ્યારે હું સક્ષમ હતો ત્યારે હુ જે કરી શક્યો તે કર્યું; હવે, કાર્યમાં મારી પોતાની ભાગીદારી ઓછી થઈ ગઈ છે. મેં નવી પેઢીને બાગડોર સોંપવાની હિમાયત કરી છે. નવા લોકો આવ્યા છે, અનુભવીઓ અને જૂના લોકો તેમને માર્ગદર્શન આપી રહ્યા છે, અને કાર્ય ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે.”

“એક પણ આદિવાસી ગામમાં અંધકાર નહીં રહે”

નીતિન ગડકરીએ ઉમેર્યું કે એક દિવસ આવશે જ્યારે આ પહેલ એટલી હદે વિસ્તરશે કે મહારાષ્ટ્રનું એક પણ આદિવાસી ગામ અંધકારમાં નહીં રહે. તેના બદલે, વિકાસનો પ્રકાશ ત્યાં ફેલાશે. “આપણે – તમે, હું અને આપણે બધાએ – આ પરિસ્થિતિને બદલવી જોઈએ, અને આ પરિવર્તન લાવવું એ આપણા માનકર ટ્રસ્ટનું મિશન છે.”

“હું ફક્ત સમોસા ખાધા પછી સૂઈ જતો હતો”

આ કાર્યક્રમ દરમિયાન, તેમણે પોતાના ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, તેમની જીવનશૈલી અલગ હતી. તેઓ જે કંઈ મળે તે ખાતા કે પીતા હતા. પાર્ટી માટે કામ કરતી વખતે, તેઓ ઘણીવાર ફક્ત સમોસા ખાતા અને સૂઈ જતા. જોકે, કોવિડ-19 મહામારી પછી, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેમણે ઉલ્લેખ કર્યો કે, તેઓ હવે દરરોજ કસરત કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, શારીરિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગડકરીએ ટિપ્પણી કરી કે જો વ્યક્તિ સ્વસ્થ ના હોય તો સત્તા અને પદનો કોઈ ઉપયોગ નથી રહેતો. આ કારણોસર, તેમના નિવેદનને ભવિષ્યના સંભવિત રાજકીય અને સંગઠનાત્મક ફેરફારોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.

અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા માટે વધુ એક સાપ્તાહિક ટ્રેન

Published On - 3:04 pm, Tue, 25 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.