મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન બનેલા અનુરાગ ઠાકુર પાસે કેટલી છે સંપતિ ? જાણો ક્યા ક્યા કર્યુ છે રોકાણ ?

|

Jul 08, 2021 | 12:56 PM

મોદી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી પામેલા અનુરાગ ઠાકુરે, શેર અને મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કર્યુ છે. અનુરાગ ઠાકુરે આશરે 94.60 લાખનું રોકાણ કર્યુ હોવાનું જાહેર કરેલુ છે.

મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન બનેલા અનુરાગ ઠાકુર પાસે કેટલી છે સંપતિ ? જાણો ક્યા ક્યા કર્યુ છે રોકાણ ?
મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન બનેલા અનુરાગ ઠાકુર પાસે કેટલી છે સંપતિ ?

Follow us on

મોદી સરકારના પ્રધાન મંડળનુ (Cabinet of Modi Government ) ગઈકાલ બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યુ. દેશમાં બીજીવાર બનેલી મોદી સરકારના આ નવા પ્રધાન મંડળમાં ઘણા નવા ચહેરાને સ્થાન મળ્યું અને ઘણા મોટા પ્રધાનોને પડતા પણ મૂકાયા છે. પરંતુ આ નવા મંત્રીમંડળમાં એક એવું નામ પણ છે જે અગાઉ નાણાં રાજ્ય પ્રધાન રહી ચૂક્યા હોય. વાત છે અનુરાગ ઠાકુરની. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની સાથે અનુરાગ ઠાકુરે ( Anurag Thakur ) નાણાં વિભાગની જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી છે. હવે તેમને રાજ્યકક્ષામાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકેનુ પ્રધાનપદ આપવામાં આવ્યુ છે.

લોકસભાની 2019માં યોજાયેલી ચૂંટણી દરમિયાન, લોકસભાની હમીરપુર બેઠક પરથી ચૂંટણી લડનારા અનુરાગ ઠાકુરે ( Anurag Thakur ) કરેલા સોગંદનામા મુજબ, તેઓ, 5.67 કરોડની સંપતિના માલિક છે. અનુરાગ ઠાકુર ઘનાઢ્ય હોવા સાથે તેઓ એક સારા રોકાણકાર પણ છે. અનુરાગ ઠાકુરે ક્યા કયા મૂડીરોકાણ કર્યુ છે તે જાણીએ.

મોદી સરકારમાં (Modi government) રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી પામેલા અનુરાગ ઠાકુરે, શેર અને મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કર્યુ છે. અનુરાગ ઠાકુરે આશરે 94.60 લાખનું રોકાણ કર્યુ હોવાનું જાહેર કરેલુ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

એલઆઈસી સહિત આ ક્ષેત્રે છે રોકાણ

સોગદનામાના આધારે મળેલ માહિતી અનુસાર, અનુરાગ ઠાકુર આશરે 19.91 લાખ રૂપિયાની વીમા પોલીસી ધરાવે છે. જેમાં એલઆઈસી ( LIC ), મેક્સ લાઇફ ( MAX LIFE ), આઈસીઆઈસીઆઈ (ICICI ), પીએનબી (PNB) મેટલાઇફ (METLIFE) સહિતની અનેક વીમા અને મૂડીરોકાણની કંપનીઓ સામેલ છે. જો કે, આમાંની કેટલીક પોલીસીની કિંમત, પોલીસી  પાકતી તારીખે મળનારી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, અનુરાગ ઠાકુરના માથા ઉપરની લોનની વાત કરીએ તો, વ્યક્તિગત લોનના ખાનામાં, 86.30 લાખ રૂપિયાનો ઉલ્લેખ કર્યા છે. જેનો મતલબ કે અનુરાગ ઠાકુર 86.30 લાખની લોન ધરાવે છે.

નવા માહીતી પ્રસારણ અને રમતગમત બાબતોના કેબીનેટ પ્રધાન અનુરાગ ઠાકુરે પણ શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘણું રોકાણ કર્યું છે. સોગદનામામાં મૂડીરોકાણની આ કોલમમાં તેમણે, 94.60 લાખની રકમ દર્શાવી છે. દેશની જે કંપનીઓમાં અનુરાગ ઠાકુરનું રોકાણ છે તેમાં સંત વાલ્વ્સ, સંત ઓનલાઇન જેવી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓમાં અનુરાગ ઠાકુરનું રોકાણ શેરહોલ્ડર તરીકે દર્શાવવામાં આવ્યું છે.

બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો, એચડીએફસી (HDFC) બેંકના ફંડમાં આશરે 60 લાખ રૂપિયાનું રોકાણ બતાવવામાં આવ્યું છે. સોગંદનામાં અનુસાર હાથ પરના રોકડની તરીકે આશરે 2.08 લાખ રૂપિયાની રકમ દર્શાવાઈ હતી.

Next Article