Himachal : રાજ્યપાલ દત્તાત્રેય બંડારૂને ધક્કે ચડાવનાર કોંગ્રેસના 5 ધારાસભ્યો સસ્પેન્ડ, તમામ સામે FIR

|

Feb 27, 2021 | 4:08 PM

Himachal : બજેટસત્રમાં સંબોધન કર્યા બાદ રાજ્યપાલને ધક્કે ચડાવનારા કોંગ્રેસના 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

Himachal : રાજ્યપાલ દત્તાત્રેય બંડારૂને ધક્કે ચડાવનાર કોંગ્રેસના 5 ધારાસભ્યો સસ્પેન્ડ, તમામ સામે FIR

Follow us on

Himachal : હિમાચલ પ્રદેશ વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ ગેરર્તણૂંકની તમામ હદો પાર કરી નાખી. બજેટસત્રમાં સંબોધન કર્યા બાદ રાજ્યપાલને કોંગ્રેસ ધારાસભ્યોએ ધક્કે ચડાવ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

હિમાચલ પ્રદેશ વિધાનસભાના બજેટસત્રના પહેલા દિવસે શુક્રવારે સંબોધન પછી ગૃહમાંથી પરત ફરતા રાજ્યપાલ દત્તાત્રેય બંડારૂ (Himachal Governor Dattatreya Bandaru)ને  કેટલાક ધારાસભ્યોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતા. રાજ્યપાલ સાથે ગેરર્તણૂંકની આ ઘટના બાદ  હિમાચલ વિધાનસભાના અધ્યક્ષ વિપિન પરમારે આ ઘટનામાં સંકળાયેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. 

હિમાચલ પ્રદેશના સંસદીય બાબતોના મંત્રી સુરેશ ભારદ્વાજે કહ્યું કેવિધાનસભાના બજેટસત્ર પછી રાજ્યપાલ  દત્તાત્રેય બંડારૂ તેમના સરકારી વાહન તરફ  જઈ રહ્યા હતા ત્યારે ગૃહમાં વિપક્ષનેતા મુકેશ અગ્નિહોત્રી, કોંગ્રેસના ધારાસભ્યો હર્ષવર્ધન ચૌહાણ, સુંદરસિંહ ઠાકુર, સત્યપાલ રાયજાદા અને વિનય કુમારે રાજ્યપાલને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ઘેરીને ધક્કે ચડાવ્યા હતા. ત્યારબાદ સુરેશ ભારદ્વાજે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં એક પ્રસ્તાવ મૂક્યો, આ પ્રસ્તાવ હેઠળ કોંગ્રેસના આ પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એટલું જ નહીં આ સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના તમામ  ધારાસભ્યો સામે વિવિધ કલમો હેઠળ FIR  પણ નોંધવામાં આવી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Next Article