VIDEO: રાજકીય સોગઠાબાજી બાદ આ રીતે હરિયાણામાં ભાજપ બનાવશે પોતાની સરકાર

|

Oct 25, 2019 | 8:00 AM

રાજકીય સોગઠાબાજી બાદ હવે હરિયાણામાં ભાજપ સરકાર રચે તેવી પુરી શક્યતા છે. ભાજપને હરિયાણામાં બહુમતી માટે અપક્ષ સહિતના આઠ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ગોપાલ કાંડા સહિત અપક્ષના 8 ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. જેને લઇને હવે હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે ફરી સરકાર રચવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે, ભાજપને હરિયાણામાં 40 બેઠક મળી હતી. […]

VIDEO: રાજકીય સોગઠાબાજી બાદ આ રીતે હરિયાણામાં ભાજપ બનાવશે પોતાની સરકાર

Follow us on

રાજકીય સોગઠાબાજી બાદ હવે હરિયાણામાં ભાજપ સરકાર રચે તેવી પુરી શક્યતા છે. ભાજપને હરિયાણામાં બહુમતી માટે અપક્ષ સહિતના આઠ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ગોપાલ કાંડા સહિત અપક્ષના 8 ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. જેને લઇને હવે હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે ફરી સરકાર રચવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે, ભાજપને હરિયાણામાં 40 બેઠક મળી હતી. અને તેને બહુમતી માટે 6 ધારાસભ્યોની જરૂર હતી.

આ પણ વાંચોઃ હરિયાણામાં સરકાર બનાવવા માટે કવાયત તેજ, દિલ્હી જવા રવાના થયા CM ખટ્ટર

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યારે ગોપાલ કાંડા ઉપરાંત અપક્ષના કુલ 7 ધારાસભ્યોએ ભાજપને ટેકો આપ્યો છે. જેમાં પાંચ એવા અપક્ષ ધારાસભ્યો છે, જે પહેલા ભાજપમાં હતા. જો કે ચૂંટણીમાં ટિકિટ ન મળતા અપક્ષ લડ્યા હતા. અને હવે તેમણે ભાજપને સમર્થન આપ્યું છે. તેમજ અન્ય 2 ધારાસભ્યોનું પણ ભાજપને સમર્થન મળ્યું છે. ટૂંકમાં હરિયાણમાં ભાજપ સત્તા હાંસલ કરે તેવી પુરી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગત રાતે હરિયાણાના પાંચ અપક્ષ ધારાસભ્યોએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને અનિલ જૈન સાથે મુલાકાત કરી હતી. મુલાકાતને અંતે અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવા પર મહોર લગાવી હતી. આ પાંચ ધારાસભ્યો પર નજર કરીએ તો, પુંડરીના ધારાસભ્ય રણધીર ગોલન, મહમ વિધાનસભા બેઠકના બલરાજ કુંડૂ, રાનિયા વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય રણજીત સિંહ ચૌધરી સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો બાદશાહપુર બેઠકથી વિજયી બનેલા અપક્ષ ધારાસભ્ય રાકેશ દૌલતાબાદ અને સિરસાના ધારાસભ્ય ગોપાલ કાંડાનો સમાવેશ છે. આ ઉપરાંત અપક્ષના સોમવીર સોગવાન તેમજ ધર્મપાલ ગોંદને પણ પોતાનું સમર્થન રજૂ કર્યું છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક બાદ હરિયાણામાં ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article