હરિયાણા ચૂંટણીનું પરિણામઃ જાણો કોના ખાતામાં કેટલી બેઠક અને કયા જાણીતા ચહેરાઓને હારનું મોં જોવું પડ્યું

|

Oct 25, 2019 | 7:33 AM

હરિયાણામાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જે ભાજપ 75 બેઠકોનો દાવો કરતી હતી તે 40માં સમેટાઈ ગઈ છે. સામે મોટાભાગના એગ્ઝિટ પોલમાં જે કૉંગ્રેસને 10થી 20 બેઠકોનો દાવો કરાતો હતો. તે કૉંગ્રેસ 31 બેઠકો લાવવામાં સફળ થઈ છે. આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું વિશ્લેષણ ભાગ-1: રાધનપુરની જનતાએ જાળવી રાખી પરંપરા, પક્ષપલટુ નેતાને ફરી આપ્યો […]

હરિયાણા ચૂંટણીનું પરિણામઃ જાણો કોના ખાતામાં કેટલી બેઠક અને કયા જાણીતા ચહેરાઓને હારનું મોં જોવું પડ્યું

Follow us on

હરિયાણામાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જે ભાજપ 75 બેઠકોનો દાવો કરતી હતી તે 40માં સમેટાઈ ગઈ છે. સામે મોટાભાગના એગ્ઝિટ પોલમાં જે કૉંગ્રેસને 10થી 20 બેઠકોનો દાવો કરાતો હતો. તે કૉંગ્રેસ 31 બેઠકો લાવવામાં સફળ થઈ છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું વિશ્લેષણ ભાગ-1: રાધનપુરની જનતાએ જાળવી રાખી પરંપરા, પક્ષપલટુ નેતાને ફરી આપ્યો જાકારો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હરિયાણાના પરિણામો પરથી ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે. કેમ કે કુલ 90 બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં સરકાર બનાવવા માટે જરૂરી છે 46 બેઠકો. જેમાં ભાજપને મળી છે 40 જ્યારે કૉંગ્રેસને મળી છે 31 બેઠકો. આ તરફ દુષ્યંત ચૌટાલાની જેજેપીને 10 બેઠકો મળી છે.

ભાજપ દાવો કરતું હતું કે તેઓ 75 બેઠકો જીતશે. જો કે તેમને સ્પષ્ટ બહુમતીના પણ ફાંફાં પડી ગયા. હરિયાણામાં ભાજપ વધુ પડતા આત્મવિશ્વાસમાં ડુબેલી હતી. ભાજપને એમ હતું કે, કલમ 370 અને અન્ય રાષ્ટ્રવાદના મુ્દ્દાઓ પર કમજોર વિપક્ષ સામે આસાનીથી જીતી જશે. પરંતુ તેમ થયું નહીં.

હરિયાણામાં આ દિગ્ગજોની હાર

બબિતા ફોગાટ, ભાજપ, દાદરી

યોગેશ્વર દત્ત, ભાજપ, પિહોવા

રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ, કૈથલ

સોનાલી ફોગાટ, ભાજપ, આદમપુર

કેપ્ટન અભિમન્યૂ, ભાજપ, નારનૌદ

પ્રેમ લત્તા, ભાજપ, ઉચાના કલા

સુભાષ બરાલા, ભાજપ ટોહાના

નૌક્ષમ ચૌધરી, ભાજપ, પુન્હાના

પવન બેનીવાલ, ભાજપ, એલનાબાદ

આનંદ દાંગી, કોંગ્રેસ, રોહતક

બિલાસ શર્મા, ભાજપ, મહેન્દ્રગઢ

કૃષ્ણ કુમાર, ભાજપ, શાહબાદ

કવિતા જૈન, ભાજપ, સોનીપત

ઓમ પ્રકાશ ધનખડ, ભાજપ, બાદલી

કૃષ્ણલાલ પવાર, ભાજપ, ઈસરાના

Published On - 3:58 pm, Thu, 24 October 19

Next Article