કિસાન આંદોલન પર હરિયાણાના સીએમ ખટ્ટરનું વિવાદિત નિવેદન, કહ્યું ધીંગામસ્તી નહિ ચાલે 

|

Dec 24, 2020 | 7:01 PM

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે  ચાલી રહેલા કૃષિ આંદોલન પર વિવાદિત નિવેદન આપ્યું છે. હરિયાણાના પંચકુલામાં નગર નિગમના ચુંટણી પ્રચાર દરમ્યાન એક સભાને તેમણે સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે આજકાલ તમાશો જોઇ રહ્યા છીએ. તે લોકો કાયદો રદ કરાવવા માટે દબાણ બનાવી રહ્યા છે.  કૃષિ કાયદાઑને રદ કરાવવા માટે ચાલી રહેલા ખેડૂત આંદોલન […]

કિસાન આંદોલન પર હરિયાણાના સીએમ ખટ્ટરનું વિવાદિત નિવેદન, કહ્યું ધીંગામસ્તી નહિ ચાલે 
manohar lal

Follow us on

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે  ચાલી રહેલા કૃષિ આંદોલન પર વિવાદિત નિવેદન આપ્યું છે. હરિયાણાના પંચકુલામાં નગર નિગમના ચુંટણી પ્રચાર દરમ્યાન એક સભાને તેમણે સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે આજકાલ તમાશો જોઇ રહ્યા છીએ. તે લોકો કાયદો રદ કરાવવા માટે દબાણ બનાવી રહ્યા છે.  કૃષિ કાયદાઑને રદ કરાવવા માટે ચાલી રહેલા ખેડૂત આંદોલન પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પૂછ્યું કે શું આ લોકશાહી છે ?

મનોહરલાલ  ખટ્ટરે કહ્યું કે ધીંગામસ્તી નહીં ચાલે અને ધિંગામસ્તી કરનારા લોકોનો સહયોગ આપશો તો નહિ ચાલે.  મુખ્યમંત્રીએ કહ્યું કે પોતાની વાત સભ્ય રીતે મુક્વાનો દરેકનો અધિકાર છે. તેમજ લોકતંત્રમાં તેની સ્વતંત્રતા દરેકને આપવામાં  આવી છે .

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ઉલ્લેખનીય  છે કે,  ખેડૂતીના ચાલી રહેલા આંદોલનના પગલે પ્રદર્શનકારી ખેડૂતોએ મંગળવારે હરિયાણાના  સીએમ મનોહરલાલ ખટ્ટરના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અંબાલા સિટીમાંથી પસાર થઈ રહેલા કાફલાને  ખેડૂતોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.  જેના પગલે 13 જેટલા ખેડૂતી પર કેસ નોંધવામાં આવ્યો છે.  પોલીસે જણાવ્યું હતું કે કેટલાક ખેડૂતો જાણી જોઇને  મુખ્યમંત્રી ખટ્ટરનો કોનવે રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત  ખેડૂતોએ કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.

Next Article