Gujarat Municipal Election 2021 : RAJKOTમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસની સમખાવા પુરતી જીત

|

Feb 23, 2021 | 7:18 PM

Gujarat Municipal Election 2021 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 18 માંથી 17 વોર્ડ પર વિજય મેળવીને રાજકોટમાં પોતાની સત્તા સ્થાપિત કરી છે.

Gujarat Municipal Election 2021 : RAJKOTમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસની સમખાવા પુરતી જીત

Follow us on

Gujarat Municipal Election 2021 :
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 18 માંથી 17 વોર્ડ પર વિજય મેળવીને રાજકોટમાં પોતાની સત્તા સ્થાપિત કરી છે. અને પોતાની જીતને વિજય સરઘસ સ્વરૂપે સમગ્ર રાજકોટના મુખ્ય વિસ્તારોમાં કાઢવામાં શરૂ કર્યું છે.

કોંગ્રેસના સમખાવા પૂરતી 4 બેઠક મળી

રાજકોટમાં 17 વોર્ડમાં ભાજપના 68 ઉમેદવારોને જીત મળી ગઇ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં 15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાજપનો 17 વોર્ડમાં વિજય

વોર્ડ નં.1,2,3, 4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. 2015માં કોંગ્રેસને 34 બેઠક મળી હતી અને જીત માટે 4 સીટનું છેટુ હતું. પરંતુ આ વખતે દાવ થયો અને માત્ર 4 બેઠક જ મળી. આવતીકાલે બુધવારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે અને જનતાનું અભિવાદન કરશે, તેમજ બહુમાળી ચોક ખાતે જાહેર સભા પણ યોજશે.

હું હારની જવાબદારી સ્વીકારું છું : અશોક ડાંગર

રાજકોટમાં ફરી ભાજપ સામે કોંગ્રેસની કંગાળ હાર થઈ છે. આ અંગે ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે. ચૂંટણી સમયે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્ય કર્યુ છે, બાકી અમે હાર્યા નથી, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.

પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે : શહેર ભાજપ પ્રમુખ

તો રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, અમે લોકો-મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે ભાજપ તરફી મતદાન કર્યુ અને અમને જંગી બહુમતિથી જીત આપી, રાજકોટના તમામ મતદારોનો અમે આભાર માનવાની સાથોસાથ અમારા હજારો કાર્યકરો, પેજ સમિતિનો પણ આભાર માનીએ છીએ. રાજકોટની પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે અને ભાજપની નેતાગીરી તેને ચરીતાર્થ કરે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિતના કાર્યો કરે છે.

Next Article