રાજ્યસભા ચૂંટણી: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ

|

Oct 19, 2020 | 10:52 AM

રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપ દ્વારા પણ રાજ્યસભાની ચૂંટણીને લઈ કવાયત તેજ કરવામાં આવી છે. જો કે ભાજપ હંમેશાની જેમ અંતિમ સમયે જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. 12 માર્ચે ભાજપ રાજ્યસભા માટે ઉમેદવારોના નામ જાહેર કરશે. પરંતુ ટિકિટ વાંચ્છુકએ અત્યારથી જ લોબિંગ કરવાનું શરૂ કરી દિધું છે. આ પણ […]

રાજ્યસભા ચૂંટણી: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ

Follow us on

રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપ દ્વારા પણ રાજ્યસભાની ચૂંટણીને લઈ કવાયત તેજ કરવામાં આવી છે. જો કે ભાજપ હંમેશાની જેમ અંતિમ સમયે જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. 12 માર્ચે ભાજપ રાજ્યસભા માટે ઉમેદવારોના નામ જાહેર કરશે. પરંતુ ટિકિટ વાંચ્છુકએ અત્યારથી જ લોબિંગ કરવાનું શરૂ કરી દિધું છે.

આ પણ વાંચોઃ સુરતમાં શાળાઓમાં ચાલતા ડોનેશનરાજ સામે વાલીઓનો વિરોધ

રાજ્યસભાની 4 બેઠક પર યોજાનાર ચૂંટણી માટે અત્યારથી જ મથામણ ચાલુ થઈ ગઈ છે. 4 પૈકી ત્રણ બેઠક ભાજપ પાસે હતી. જેમાં એક શંભુપ્રસાદ ટુંડિયા, ચુનીભાઈ ગોહિલ અને એક લાલસિંહની સીટ ખાલી પડી રહી છે. રાજ્યસભાની વાત કરવામા આવે તો, મોટાભાગે ભાજપ દ્વારા નો-રીપીટ થીયરી અપનાવવામાં આવે છે. કેટલાક કિસ્સામા જ ભાજપે પોતાના વર્તમાન સાંસદોને રિપીટ કર્યા છે. ત્યારે વર્તમાન 3 સાંસદોની જગ્યાએ ભાજપ કોઈ નવા જ ચહેરાઓને પ્રાઘાન્યા આપે એવું લાગી રહ્યું છે. જેને લઈને બેઠકોના દોર પણ હાથ ધરવામાં આવ્યા છે. પ્રભારી ભુપેન્દ્ર યાદવ દ્વારા આ મામલે CM રૂપાણી સાથે ખાસ બેઠક પર કરવામાં આવી હતી. જો કે વર્તમાન સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા રીપીટ થવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જો કે શંભુપ્રસાદ ટુંડીયાની સાંસદ તરીકેની કામગીરી ખૂબ નિષ્ક્રીય રહી છે. ત્યારે આ વખતે તેમને બહારનો રસ્તો દેખાડવાનો મૂડ પાર્ટીએ બનાવી લીઘો છે. અને એ વાતની જાણ લગભગ પાર્ટીના તમામ મોટા નેતાને થઈ ગઈ છે. જેને કારણે એસસી-એસટી સમાજમાંથી આવતા નેતાઓએ પોતાનો બાયોડેટા પહોંચાડવા પ્રયાસ હાથ ધરી દીધા છે. ટિકિટ વાંચ્છુક નેતાઓને પણ જાણે ભાવતું મળી ગયું હોય એમ પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત દરમિયાન પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કમલમ્ ખાતે અત્યાર સુઘીમાં 15થી વધુ બાયોડેટા અને ભલામણો આવી ચૂકી છે.

સૂત્રોની માનીએ તો ટિકિટ ઇચ્છુંકો પોતાને રાજ્યસભામાં ટિકિટ મળે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વાત કરીએ તો શંભુપ્રસાદ ટૂંડિયા કે જેઓ હાલમાં રાજ્યસભા સંસદ છે. તેમને રિપીટ કરવામાં આવે તેના માટે પ્રયત્નશીલ છે. તો અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી પોતાના ટેકેદારોને ટિકિટ મળે તેના માટે કેટલાક ટેકેદારોની પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરાવી અને બાયોડેટા પહોંચાડ્યા હતા. તો આ સિવાય પૂનમ પરમાર, જેઠા સોલંકી અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય આર.એમ પટેલ પણ પ્રભારી સાથે મુલાકાત કરી હતી. તો પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર પણ રેસના પોતાની દાવેદારી નોંધાવી રહયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે હાલમાં તમામ નેતાઓ કેમેરામાં કેદ થવાની દૂર ભાગી રહ્યા છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સમગ્ર મામલે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ નિર્ણય લેશે. એમ જણાવ્યું હતું જો કે ભાજપ દ્વારા ઉમેદવારોની ફોર્મની જાહેરાતથી લઈને ઉમેદવારી ફોર્મ ભરવા સુધીમાં શુભ-મૂહુર્ત તથા વિજય મૂહુર્તને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારે આજથી હોળાષ્ટક લાગી જવાના કારણે ધુળેટી બાદ એટેલે કે, 11 માર્ચ પછી જ નામની જાહેરાત થાય એવી શક્યતા છે. ત્યારે જોવાનું એ છે કે, સંગઠન કોના નામ પર પસંદગીની મોહર લગાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:36 am, Sat, 29 February 20

Next Article