Gujarat Local Body Poll 2021: ગુજરાતની છ મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર, આ નામોની ચર્ચા શરૂ

|

Feb 24, 2021 | 5:02 PM

અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા મેળવ્યા બાદ હવે આ મહાનગરમાં મેયર સહિતના અનેક કમિટીઓના સભ્યોની નિમણૂક માટે કવાયત હાથ શરૂ કરી દેવામાં આવી છે.

Gujarat Local Body Poll 2021: ગુજરાતની છ મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર, આ નામોની ચર્ચા શરૂ

Follow us on

ગુજરાતની છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચુંટણીના પરિણામોમાં ભાજપે છ મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખી છે. જેમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા મેળવ્યા બાદ હવે આ મહાનગરમાં Mayor  સહિતના અનેક કમિટીઓના સભ્યોની નિમણૂક માટે કવાયત હાથ શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં Mayor પદના ઉમેદવાર માટે હાલ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યાર બાદના અઢી વર્ષ માટે મેયર નું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ પરિપત્ર મુજબ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

1 . અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે SC( શિડ્યુલટ કાસ્ટ ) બીજા અઢી વર્ષ મહિલા અનામત

2. સુરતમાં પ્રથમ અઢી વર્ષ મહિલા તથા બીજા અઢી વર્ષ જનરલ કેટેગરી માટે અનામત

3. વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ, બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત

4. રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ પછાત વર્ગ તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત

5. ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા તથા બીજા અઢી વર્ષ પછાત વર્ગ માટે અનામત

6. જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા તથા બીજા અઢી વર્ષ SC માટે અનામત

જેમાં Mayor પદ અમદાવાદમાં પહેલી ટર્મ માટે અને જામનગરમાં બીજી ટર્મમાં શેડ્યુલ કાસ્ટ માટે અનામત છે. જ્યારે ભાવનગર, સુરત અને જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં બીજા અઢી વર્ષમાં મહિલા અનામત છે.

અમદાવાદ મહાનગરમાં મેયર પદ માટે આ નામ ચર્ચામાં 

અમદાવાદમાં શહેર Mayor પદ પ્રથમ અઢી  વર્ષ માટે એસ. સી. ઉમેદવાર માટે  અનામત છે.  જેના લીધે ચુંટણી જીતેલા  ઉમેદવાર હિમાંશુ વાળા , ડો. ચંદ્રકાંત ચૌહાણ અને રાજેન્દ્ર સોલંકીનું નામ મેયર પદ માટે ચર્ચામાં છે.

વડોદરા મહાનગરમાં મેયર પદ માટે આ નામ ચર્ચામાં 

વડોદરામાં શહેર મેયર પદ પ્રથમ અઢી વર્ષ   જનરલ  ઉમેદવાર માટે  અનામત છે. જેના લીધે  ડૉ . હિતેન્દ્ર પટેલ , મનોજ પટેલ , કેતન પટેલ , કેયુર રોકડિયા અને પરાક્રમસિંહ જાડેજા નું નામ હાલ  ચર્ચામાં  છે.

સુરત  મહાનગરમાં મેયર પદ માટે આ નામ ચર્ચામાં 

સુરતમાં શહેર મેયર પદ પ્રથમ અઢી વર્ષ  મહિલા  ઉમેદવાર માટે  અનામત છે.  જેના લીધે  સુરતમાં દર્શિની કોઠિયા અને  હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં  છે.

રાજકોટ  મહાનગરમાં મેયર પદ માટે આ નામ ચર્ચામાં 

રાજકોટ  શહેરમાં  મેયર પદ પ્રથમ અઢી વર્ષ   ઓબીસી ઉમેદવાર માટે  અનામત છે. જેના પગલે   રાજકોટમાં ડૉ . અલ્પેશ મોરજરિયા નું નામ હાલ  ચર્ચામાં  છે.

જામનગર  મહાનગરમાં મેયર પદ માટે આ નામ ચર્ચામાં 

જામનગર  માં શહેર મેયર પદ પ્રથમ અઢી વર્ષ  મહિલા  ઉમેદવાર માટે  અનામત છે.

ભાવનગર  મહાનગરમાં મેયર પદ માટે આ નામ ચર્ચામાં 

ભાવનગર માં શહેર મેયર પદ પ્રથમ અઢી વર્ષ  મહિલા  ઉમેદવાર માટે  અનામત છે. જેના લીધે ભાવનગરમાં  વર્ષાબા પરમાર , કીર્તિબહે દાણીધરીયા અને યોગીતાબેન ત્રિવેદીનું   નામ હાલ   ચર્ચામાં છે.

જો કે આ બધી  ચર્ચા વચ્ચે  આ શહેરોમાં મેયર સહિતના પદધિકારીઓની પસંદગી અને નિમણૂક પૂર્વે  ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં આ તમામ મહાનગરપાલિકાના  પદાધિકારીઓની પસંદગી પર આખરી મહોર  મારવામાં આવશે. જો કે આ તમામ પ્રક્રિયા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી અને પરિણામો બાદ કરવામાં આવશે તેવી શક્યતા છે.

Next Article