ગુજરાત સરકાર નથી આપતી એક્સ આર્મી મેનને પૂરતા લાભ, રક્ષાપ્રધાનને કરવામાં આવી ફરિયાદ

|

Feb 24, 2019 | 12:09 PM

ગુજરાતમા પૂર્વ આર્મીના અધિકારીઓને ન તો જમીન અપાઇ રહી છે અને ન તો 10 ટકા ક્વોટા પ્રમાણે નોકરી અપાય છે,  તે પણ ફિક્સ પગારમાં અપાઇ રહ્યા હોવાની ફરિયાદ થઇ છે.  આ ફરિયાદ પૂર્વ સૈનિકોએ રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ સામે કરીને પોતાની વ્યથા રજુ કરી. તો બચાવમાં આવેલા રક્ષા પ્રધાને તેમને ન્યાય અપવાવવાની સાથે અનેક વાયદાઓ […]

ગુજરાત સરકાર નથી આપતી એક્સ આર્મી મેનને પૂરતા લાભ, રક્ષાપ્રધાનને કરવામાં આવી ફરિયાદ
પુ્ર્વ સૈનિકોને ગુજરાતમા થાય છે અન્યાય, નિર્મલા સિતારમણને કરી ફરિયાદ

Follow us on

ગુજરાતમા પૂર્વ આર્મીના અધિકારીઓને ન તો જમીન અપાઇ રહી છે અને ન તો 10 ટકા ક્વોટા પ્રમાણે નોકરી અપાય છે,  તે પણ ફિક્સ પગારમાં અપાઇ રહ્યા હોવાની ફરિયાદ થઇ છે.  આ ફરિયાદ પૂર્વ સૈનિકોએ રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ સામે કરીને પોતાની વ્યથા રજુ કરી. તો બચાવમાં આવેલા રક્ષા પ્રધાને તેમને ન્યાય અપવાવવાની સાથે અનેક વાયદાઓ પણ પૂર્વ સૈનિકો સામે કર્યા. તો સવાલ ઉભા કર્યા કે વન રેન્ક વન પેન્સન માટે અન્ય રાજકીય પાર્ટીઓ ઉપર નિશાનો પણ સાધ્યો.  ત્યારે જોઇએ શુ હતી ફરિયાદો અને નિર્મલા સિતારમણે શુ કર્યા સમાધાન ?

TV9 Gujarati

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પુલવામાં આતંકી ઘટના બાદ પ્રથમ વખત દેશના રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા, રાજ્યના પુર્વ સૈનિકો સાથે તેઓએ વાર્તાલાપ કર્યુ.

સૈનિકોએ પોતાની વિવિધ સમસ્યાઓની ભરમાર કરી મુકી જાણીએ શું છે સમસ્યાઓ?

  • રજા ઉપર ઘરે જતા અથવા ઘરેથી આવતા સૈનિકોનૌ જો અકસ્માત થાય છે તો તેમને ઓન ડ્યુટી લાભો અપાવા જોઇએ, જે નથી અપાતા
  • ગુજરાત સરકાર જે દસ ટકા ક્વોટા રાખે છે,તેનો પાલન નથી થતુ અને જ્યા કરવો પડે ત્યાં ફિક્સ પગાર રખાયછે, જે યોગ્ય નથી
  • પોલીસ ખાતામાં ભરતી માટે લેખિતમાં છુટછાટ નથી મળતી, જે મળવી જોઇએ
  • મહિલાઓના નામે ઘરોમાં ટેક્સમાં છુટ મળવી જોઇએ, એક મકાન ઉપર છુટ મળવી જોઇએ
  • લીકર માટે અલગથી પરમીટ લેવી પડે છે, જે યોગ્ય નથી,આર્મીએ આપેલા લીકર કાર્ડને માન્ય રાખવામા આવે
  • પેન્શન લેવામાં ક્યારેક એકાઉન્ટ નંબર તો ક્યારેક બેકો હેરાન કરે છે
  • પોલીસ ફરિયાદ નથી લખતી, નિયમ પ્રમાણે જ જમીનો મળવા જોઇએ તે પણ નથી મળતા
  • ઇસીએસમાં સારવાર લેવામાં તકલીફ પડી રહી છે
  • ગુજરાતમાં એક્સ આર્મી મેનને 10 ટકા નોકરી આપવાની નિયમ છે પણ જે નોકરી નથી મળતી, પોલીસમાં અમને લેખિતમાં છુટ છાટ અપાય તો સારુ છે, કેવી રીતે નવા યુવાનો સાથે કોમ્પટીશન કરી શકાય છે.

બીજી તરફ આ તમામ વાતોને શાંતિથી રક્ષા પ્રધાને સાંભળ્યું અને કેટલાક કિસ્સાઓ તેઓ માન્યું પણ કે ક્યાક કચાસ રહી ગઇ છે. નિર્મલા સીતારમણે જે આશ્વાસન આપ્યા તેની વાત કરીએ તો ગુજરાતમાં આર્મી મેનને ટેક્સમાં છુટ છાટ અપાય છે, એક્સઆર્મી મેનને નોકરી પણ અપાય છે. તો જમીન આપવાના 70 ટકા કિસ્સાઓ પુર્ણ થયા છે. 30 ટકા કેસોમાં જમીન આપવાના બાકી છે.

આ પણ વાંચો : ઈન્ડિયન આર્મીની આ ‘લેલા’એ 10 વર્ષમાં 26 IEDને શોધી કાઢયા અને જવાનોની જીંદગી બચાવી છે

1965 યુધ્ધના લડવૈયાને જો જમીન ન મળી હોય તો તે ચિન્તા જનક છે, આશ્વાસન આપ્યુ કે તેઓ જાતે સીએમ સાથે વાત કરશે. રક્ષા પ્રધાને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા કે તેઓ 500 કરોડમાં વન રેન્ક વન પેન્શનનુ આયોજન કર્યુ હતુ,અને અત્યાર સુધી આમા 35 હજાર કરોડ રિલિઝ કરી ચુક્યાછે, તો એક વોર મેમોરિયલ પણ બનાવાશે જે 70 વરસમાં ક્યારેય કોઇએ નહી વિચાર્યુ.

[yop_poll id=1758]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:44 am, Sun, 24 February 19

Next Article