પેટાચૂંટણીને લઇને સંઘપ્રદેશ દીવ-દમણ-દા.ન.હ.માં જાહેરનામું, 3 દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ

|

Nov 02, 2020 | 8:52 PM

ગુજરાતની 8 બેઠકો પરની પેટાચૂંટણીને લઈને સંઘપ્રદેશ દમણમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રદેશના એકસાઇઝ વિભાગે ત્રણ દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે. મતદાનના ૪૮ કલાક અગાઉ […]

પેટાચૂંટણીને લઇને સંઘપ્રદેશ દીવ-દમણ-દા.ન.હ.માં જાહેરનામું,  3 દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ

Follow us on

ગુજરાતની 8 બેઠકો પરની પેટાચૂંટણીને લઈને સંઘપ્રદેશ દમણમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રદેશના એકસાઇઝ વિભાગે ત્રણ દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે. મતદાનના ૪૮ કલાક અગાઉ જ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ૧ નવેમ્બરના સાંજે ૬ વાગ્યાથી પ્રદેશના તમામ બિયર બાર અને વાઇન શોપને બંધ કરી દેવાયા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ જ પ્રમાણે જાહેરનામાનો અમલ ચૂંટણી પરિણામોની તારીખ 10 નવેમ્બરે પણ થશે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની પોલીસ તેમજ વલસાડ જિલ્લાની પોલીસના સંયુક્ત અભિયાનના ભાગરૂપે પ્રદેશના બોર્ડર પર આવેલા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. કપરાડા વિધાનસભા બેઠક મતવિસ્તાર રાજ્યના પડોશમાં આવેલા બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગરહવેલી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો હોવાથી વલસાડ પોલીસે પાડોશી પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંકલનની બેઠકો યોજી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article