Gujarat BJP હવે બનશે હાઈટેક, સંગઠન માટે ખાસ APP સાથે ટેબ્લેટ બનાવ્યા, ટૂંક સમયમાં થશે લોન્ચિંગ

|

Jun 17, 2021 | 6:05 PM

ગુજરાત ભાજપ (Gujarat BJP)એ વધુ એક ડિજિટલ સ્ટેપ લીધું છે. ગુજરાત ભાજપ આઈટી સેલ (BJP IT CELL) દ્વારા ખાસ એપ સાથે ટેબ્લેટ (special tablet) તૈયાર કરવામાં આવ્યા છે.

Gujarat BJP હવે બનશે હાઈટેક, સંગઠન માટે ખાસ APP સાથે ટેબ્લેટ બનાવ્યા, ટૂંક સમયમાં થશે લોન્ચિંગ
File Image

Follow us on

ગુજરાત ભાજપ (BJP, Gujarat) હવે હાઈટેક બનશે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આ ચૂંટણી પહેલા પ્રચાર પ્રસાર તેજ કરવા હવે નવી રણનીતિ બનાવી છે અને ડીજીટલ ઈનોવેશન તરફ આગળ વધ્યું છે.

 

ગુજરાત ભાજપનું વધુ એક ડિજિટલ સ્ટેપ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગુજરાત ભાજપ (Gujarat BJP)એ વધુ એક ડિજિટલ સ્ટેપ લીધું છે. ગુજરાત ભાજપ આઈટી સેલ (BJP IT CELL) દ્વારા ખાસ એપ સાથે ટેબ્લેટ (special tablet) તૈયાર કરવામાં આવ્યા છે. હવે પ્રચાર-પ્રસારમાં ઢીલા નેતાઓની છટકબારી બંધ થશે. ટૂંક સમયમાં આ ટેબનું લોન્ચિંગ કરવામાં આવશે. પહેલા ફેઝમાં 400થી વધુ સંગઠન પદાધિકારીઓને આ ખાસ ટેબ આપવામાં આવશે.

 

 

ટેબ એક- કામ અનેક

ગુજરાત ભાજપ (Gujarat BJP)એ તૈયાર કરેલા ખાસ ટેબના (special tablet) માધ્યમથી નેતાઓની તમામ મુવમેન્ટના ઓન ટાઈમ ડેટા મેળવી શકાશે, ત્યાં બીજી તરફ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો ડેટા પણ ટેબ્લેટમાં અપડેટ કરી શકાશે. સાથે જ હાલમાં ચાલી રહેલા તમામ પેપરવર્કને ટુંક સમયમાં પેપરલેસ કરવામાં આવશે.

 

મહત્વની બેઠકો પણ એપના માધ્યમથી કરી શકાશે. જો કે આ એપનું તમામ મોનિટરીંગ તેમજ ડેટા અપડેટ કમલમ આઈટી (BJP IT CELL)ની ટીમ દ્વારા કરવામાં આવશે. દેશભરમાં ગુજરાત ભાજપ દ્વારા કરાયેલો આ પ્રથમ પ્રયોગ છે. જો આ પ્રયોગમાં સફળતા મળશે તો કેન્દ્ર સ્તરેથી વધુ એક વાર ગુજરાત મોડેલને સંગઠન માટે અપનાવવામાં આવશે.

 

આ પણ વાંચો: LJP માંથી ચિરાગ પાસવાન આઉટ પશુપતિ કુમાર પારસ ઇન, બન્યા નવા અધ્યક્ષ

Next Article