અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, કહ્યું કે ‘કોંગ્રેસને આગામી સમયમાં જવાબ આપીશું’

|

Apr 10, 2019 | 1:35 PM

અલ્પેશ ઠાકોરે પોતાની પક્ષમાં અવગણના થતી હોય તેવું કારણ આપીને રાજીનામું આપી દીધું છે.  આમ અલ્પેશના જવાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં નુકસાન થઈ શકે છે.  અલ્પેશ ઠાકોર રાજીનામું આપે તેવી અટકળોનો હવે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના બધા જ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.  અલ્પેશે ભાજપમાં જોડાવાનો પણ ઈનકાર કરી દીધો હતો અને […]

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, કહ્યું કે કોંગ્રેસને આગામી સમયમાં જવાબ આપીશું

Follow us on

અલ્પેશ ઠાકોરે પોતાની પક્ષમાં અવગણના થતી હોય તેવું કારણ આપીને રાજીનામું આપી દીધું છે.  આમ અલ્પેશના જવાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં નુકસાન થઈ શકે છે. 

અલ્પેશ ઠાકોર રાજીનામું આપે તેવી અટકળોનો હવે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના બધા જ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.  અલ્પેશે ભાજપમાં જોડાવાનો પણ ઈનકાર કરી દીધો હતો અને કહ્યું છે કે કોંગ્રેસમાં તેમને અન્યાય થઈ રહ્યો છે.  અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને ખબર છે કે હું ખતમ થઈ જઈશ પણ હું ગરીબ લોકો માટે લડીશ. કોંગ્રેસ સાથે સમર્થનના બદલામાં અમને અપમાન મળ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

TV9 Gujarati

 

પાટણ અને બનાસકાંઠામાં ઉતરી પડવા અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેનાને અપીલ કરી હતી. કોંગ્રેસને આગામી સમયમાં જવાબ આપવામાં આવશે તેવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી હતી.  તેમણે કોંગ્રેસના પ્રભારી અને મોવડી મંડળને આ રાજીનામા માટે જવાબદારા ગણાવ્યા હતા.  આમ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article