Gujarati NewsPoliticsGoogle political advertising groups advertising for tdp lead spends bjp second highest spender
લોકસભા ચૂંટણી 2019: ભાજપે 3.76 કરોડ તો TDPએ પોતાના બજેટની 40 ટકા રકમ ગૂગલની જાહેરાત પાછળ ખર્ચી દીધી
લોકસભાની ચૂંટણીઓને લઈને પાર્ટીઓ રેલી, પ્રચાર પ્રસાર માટેના અને નુસખાઓ અપનાવી રહી છે. ભાજપે જનસંપર્ક વધારવા માટે ગૂગલનો પણ સહારો લીધો છે અને 19 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધીમાં 3.76 કરોડ રૂપિયાનો ધૂમાડો બોલાવી દીધો છે. ભાજપ ચૂંટણીના ઘણા બધા ક્ષેત્રોમાં આગળ રહી છે, પરંતુ ગૂગલમાં જાહેરાત પાછળના કરેલા ખર્ચ કરતા તેલગુ દેશમ પાર્ટી (TDP) પાર્ટીથી […]
લોકસભાની ચૂંટણીઓને લઈને પાર્ટીઓ રેલી, પ્રચાર પ્રસાર માટેના અને નુસખાઓ અપનાવી રહી છે. ભાજપે જનસંપર્ક વધારવા માટે ગૂગલનો પણ સહારો લીધો છે અને 19 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધીમાં 3.76 કરોડ રૂપિયાનો ધૂમાડો બોલાવી દીધો છે.
ભાજપ ચૂંટણીના ઘણા બધા ક્ષેત્રોમાં આગળ રહી છે, પરંતુ ગૂગલમાં જાહેરાત પાછળના કરેલા ખર્ચ કરતા તેલગુ દેશમ પાર્ટી (TDP) પાર્ટીથી પાછળ રહી ગઈ છે. તેની પાછળનું કારણ એટલું જ છે કે TDP પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂ તેમના ચૂંટણી બજેટમાંથી ગૂગલ પર 40 ટકા ખર્ચ કરી કહ્યા છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
ગૂગલે ગુરુવારના રોજ પોલીટિકલ એડવર્ટાઈજમેંટ ટ્રાંસપૈરંસી રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ગૂગલ જાહેરાત પર કરેલા ખર્ચનો સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપે ફેસબુકની જેમ ગૂગલ પર કરેલા જાહેરાત ખર્ચ (3.76 કરોડ) પાર્ટીના કુલ ખર્ચનો સામાન્ય ભાગ છે.
TDP પાર્ટીએ 89 જાહેરાતો પર 1.49 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે ભાજપે 554 વીડિયો અને પોસ્ટરો પર 1.2 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. જેમાં કોંગ્રેસ તેમનાથી ઘણુ પાછળ છે. કોગ્રેસે 14 જાહેરાતો પાછળ ફક્ત 54,100 રૂપિયા ખર્ચ કર્યા છે.