‘ફીર એક બાર મોદી સરકાર’ના નારા સાથે ભાજપ લોકસભા સંગ્રામ-2019 લડશે, પાર્ટીએ થીમ સોંગ પણ કર્યું લોંચ
ચૂંટણી વાયદાઓનું ઘોષણાપત્ર જાહેર કરે તે પહેલાં જ ભાજપના નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ભાજપનો લોકસભાની ચૂંટણીને લઈને નારો કયો રહેશે અને આ વખતે કયા થીમ પર સરકાર કામ કરશે તેની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ સરકારે આ વખતે પણ પોતાનો ચૂંટણીનો નારો એજ રાખ્યો છે. ‘અબ કી બાર મોદી સરકાર’ જે […]

ચૂંટણી વાયદાઓનું ઘોષણાપત્ર જાહેર કરે તે પહેલાં જ ભાજપના નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ભાજપનો લોકસભાની ચૂંટણીને લઈને નારો કયો રહેશે અને આ વખતે કયા થીમ પર સરકાર કામ કરશે તેની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપ સરકારે આ વખતે પણ પોતાનો ચૂંટણીનો નારો એજ રાખ્યો છે. ‘અબ કી બાર મોદી સરકાર’ જે નારો હતો તેમાં ભાજપે ફેરફાર કર્યો છે. ભાજપ પોતાનો પ્રચાર ‘ફિર એક બાર, મોદી સરકાર’ના નારાથી જ કરશે. 2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ત્રણ થીમની જાહેરાત કરી છે. જેમાં પહેલી થીમ છે ‘કામ કરવાવાળી સરકાર’, બીજી થીમનું નામ ‘ઈમાનદાર સરકાર’ રાખવામાં આવ્યું છે તો ત્રીજી થીમનું નામ ‘મોટા નિર્ણયો લેનારી સરકાર’ નક્કી કરાયું છે.
જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકારે મોંઘવારી પર કાબૂ મેળવ્યો છે. લોકો સુધી સરકારના કામો પહોંચાડવામાં આવશે. સામાન્ય લોકોના જીવનને વધારે સરળ બનાવવામાં આવશે. જ્યારે વિપક્ષ તો મહામિલાવટની સરકાર ઈચ્છે છે.
સોમવારના રોજ ભાજપ પોતાનું સંકલ્પ પત્ર પણ રજૂ કરી શકે છે. વધુમાં તેમણે જે 5 વર્ષમાં કામ કર્યું તેનો પ્રગતિ રિપોર્ટ પાર્ટી જાહેર કરે તેવું લાગી રહ્યું છે. 2019માં ભાજપ હવે પોતાના સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂતોનું કલ્યાણ અને મહિલા-સશક્તિકરણના મુદ્દા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે તેવું સુત્રો દ્વારા જણાઈ રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]