VIDEO: કોંગ્રેસને અલવિદા કહીને અલ્પેશ ઠાકોર જોડાયા ભાજપમાં, જીતુ વાઘાણીએ ખેસ પહેરાવ્યો

|

Jul 18, 2019 | 12:02 PM

અલ્પેશ ઠાકોરને લઈને જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવી ગયો છે. કમલમ, ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોર વિધિવત ભાજપમાં જોડાયા છે અને તેમની સાથે ધવલસિંહ ઝાલાએ પણ કેસરીયો ધારણ કરી લીધો છે. અલ્પેશે સોશિયલ મીડિયામાં રાજીનામું ધરી દીધું હતું અને કોંગ્રેસની સામે આક્ષેપો કર્યા હતા. અલ્પેશની આ હરકત બાદ કોંગ્રેસ હરકતમાં આવી હતી અને […]

VIDEO: કોંગ્રેસને અલવિદા કહીને અલ્પેશ ઠાકોર જોડાયા ભાજપમાં, જીતુ વાઘાણીએ ખેસ પહેરાવ્યો

Follow us on

અલ્પેશ ઠાકોરને લઈને જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવી ગયો છે. કમલમ, ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોર વિધિવત ભાજપમાં જોડાયા છે અને તેમની સાથે ધવલસિંહ ઝાલાએ પણ કેસરીયો ધારણ કરી લીધો છે. અલ્પેશે સોશિયલ મીડિયામાં રાજીનામું ધરી દીધું હતું અને કોંગ્રેસની સામે આક્ષેપો કર્યા હતા. અલ્પેશની આ હરકત બાદ કોંગ્રેસ હરકતમાં આવી હતી અને અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરાવવા માટે હાઈકોર્ટ સુધી લડત આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો;  એક કાગડાના લીધે લોકો રસ્તા પરથી પસાર થતા ડરે છે, જુઓ VIDEO

અલ્પેશ ઠાકોર કમલમ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપની સાથે જોડાઈ ગયા છે. અલ્પેશે ભાજપને એક મોટો પરિવાર ગણાવ્યો હતો. તેને વધુમાં કહ્યું કે લોકોની સેવા કરવા માટે ભાજપમાં જોડાયો છું. વિપક્ષની સાથે રહીને આ કામ કરવું સંભવ નહોતું. એવી પણ અટકળો ઉડી રહી છે કે ભાજપ અલ્પેશને મંત્રી પદ આપી શકે જો કે બીજી બાજુ એવી પણ વાતો થઈ રહી છે કે ભાજપ જો અલ્પેશને વધારે મહત્ત્વ આપે તો પક્ષમાં જ નારાજગી વધી શકે છે. હાલ તો અલ્પેશે કહ્યું કે પાર્ટી દ્વારા જે પણ કામ સોંપવામાં આવશે તે તેઓ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસની વિરુદ્ધમાં જઈને ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોની જીત થઈ હતી. સતત કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે અને ધીમે-ધીમે કરીને ધારાસભ્યો ભાજપના કેસરીયાને ધારણ કરી રહ્યાં છે. ઠાકોર સેનામાં સારું એવું પ્રભુત્વ ધરાવતા અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

 

Published On - 11:59 am, Thu, 18 July 19

Next Article