પુડ્ડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણસ્વામીએ અમિત શાહને માનહાનીના કેસની આપી ધમકી, જાણો વિગત

|

Mar 02, 2021 | 1:56 PM

પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વી નારાયણસ્વામીએ સોમવારે અમિત શાહને પડકાર્યા હતા. તેમણે કહ્યું કે અમિત શાહે રેલીમાં તેમની ઉપર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોને સાબિત કરે અથવા માનહાનીનો સામનો કરે છે.

પુડ્ડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણસ્વામીએ અમિત શાહને માનહાનીના કેસની આપી ધમકી, જાણો વિગત
નારાયણસ્વામી

Follow us on

પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વી નારાયણસ્વામીએ સોમવારે અમિત શાહને પડકાર્યા હતા. તેમણે કહ્યું કે અમિત શાહે રેલીમાં તેમની ઉપર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોને સાબિત કરે અથવા માનહાનીનો સામનો કરે છે. નારાયણસામીએ અમિત શાહ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. કોંગ્રેસના નેતા નારાયણસ્વામીએ કહ્યું કે, “ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાને પુડુચેરી માટે 15,000 કરોડ મોકલ્યા હતા અને નારાયણસ્વામીએ તેમાંથી ભાગ લીધો અને પૈસા ગાંધી પરિવારને મોકલ્યા. મારી સામે આ ખૂબ ગંભીર આક્ષેપો છે. હું તેને સાબિત કરવા માટે પડકારું છું.”

 

પુડ્ડુચેરીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણસ્વામીએ વધુમાં કહ્યું હતું કે, “જો તે સાબિત નહીં કરી શકે તો તેમણે દેશ અને પુડ્ડુચેરીની જનતાની માફી માંગવી પડશે. જો તેઓ સાબિત નહીં કરે તો હું મારી અને ગાંધી પરિવારની છબીને નુકસાન પહોંચાડવા ખોટું નિવેદન આપવા બદલ તેમની સામે ફોજદારી માનહાનિનો દાવો કરીશ.” અમિત શાહે ભૂતકાળમાં પુડ્ડુચેરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટેની રેલીનું સંબોધન કરતાં નારાયણસ્વામી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા અને દાવો કર્યો હતો કે ગાંધી પરિવારને પણ પૂર્વ મુખ્યમંત્રીએ પૈસા મોકલ્યા હતા. વળી તેમણે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ વિશે વાત કરતા કહ્યું હતું કે તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ થશે. અમિત શાહનું વિશેષ ધ્યાન માછીમારો પર હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે કેન્દ્રએ દેશમાં મત્સ્યઉદ્યોગના માળખાને સુધારવા માટે બજેટમાં 20,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. શાહે કહ્યું, “પુડ્ડુચેરી આ યોજનાનો મહત્તમ લાભ મેળવશે.” તમને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરીએ પુડ્ડુચેરીમાં કોંગ્રેસની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર પડી. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આપવામાં આવતી ફ્લોર ટેસ્ટ પહેલા નારાયણસ્વામીએ 22 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

 

આ પણ વાંચો: Coronaથી પીડિત હોવ તો ના લેશો આ દવા, કોરોના સામે ઉપયોગ કર્યા બાદ WHOએ વપરાશ માટે કહી ના

Next Article