PM મોદીની ફીટ ઈન્ડીયાની મૂવમેન્ટમાં જાણો ગુજરાતના કેટલા મંત્રીઓ ફીટ છે, જુઓ આ ખાસ અહેવાલ

|

Sep 03, 2019 | 8:53 AM

પીએમ મોદીએ હાલમાં જ ફીટ ઇન્ડીયા મૂવમેન્ટ શરૂ કરી છે. દિલ્હીમાં આ કાર્યકમનું ઉદ્ધાટન કરતા લોકોને ફીટ અને તંદુરસ્ત રહેવા પણ આહવાન કરવામાં આવ્યું છે. પીએમ પોતે ફીટનેસના મામલે સક્રિય છે. યોગ, વોક અને વિવિધ વ્યાયામ તેમના દૈનિક જીવનનો ભાગ છે. પણ જો પીએમના હોમ ગ્રાઉન્ડ એટલે કે ગુજરાતમાં કેટલા મંત્રીઓ ફીટ છે. તેની પર […]

PM મોદીની ફીટ ઈન્ડીયાની મૂવમેન્ટમાં જાણો ગુજરાતના કેટલા મંત્રીઓ ફીટ છે, જુઓ આ ખાસ અહેવાલ

Follow us on

પીએમ મોદીએ હાલમાં જ ફીટ ઇન્ડીયા મૂવમેન્ટ શરૂ કરી છે. દિલ્હીમાં આ કાર્યકમનું ઉદ્ધાટન કરતા લોકોને ફીટ અને તંદુરસ્ત રહેવા પણ આહવાન કરવામાં આવ્યું છે. પીએમ પોતે ફીટનેસના મામલે સક્રિય છે. યોગ, વોક અને વિવિધ વ્યાયામ તેમના દૈનિક જીવનનો ભાગ છે. પણ જો પીએમના હોમ ગ્રાઉન્ડ એટલે કે ગુજરાતમાં કેટલા મંત્રીઓ ફીટ છે. તેની પર પણ એક નજર કરીએ…..

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ GLDCના અધિકારી પાસેથી રૂપિયા 2.80 કરોડની અપ્રમાણસર સંપતિ મળી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગોનું સ્વાસ્થ્ય જાણવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. સાથે જ અવાર નવાર હેલ્થ પોલિસીને લઇને જાહેરાત પણ કરવમાં આવે છે. જો કે તેમના જ મંત્રીઓના સ્વાસ્થ યોગ્ય રહે અને મંત્રીઓ ફીટ રહે એ હંમેશા સરકાર માટે જ એક પડકાર છે. મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળમા 23 નેતાઓનો સમાવેશ કરાયો છે. ત્યારે રાજ્ય ચલાવતા ના નેતાઓ કેટલા ફીટ અને તંદુરસ્ત છે. એક નજર કરીએ રૂપાણી સરકારના ફીટ અને અનફીટ મંત્રીઓના સ્વાસ્થ્યના ચાર્ટ પર…


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

CM વિજય રૂપાણી

સીએમ સાહેબ તંદુરસ્ત અને ફીટ છે. સીએમ વિજય રૂપાણી દ્વારા સરકારી તેમજ પ્રજાકીય કામોના સતત પ્રવાસ કરવાામાં આવે છે. જો કે 62 વર્ષના સીએમ રૂપાણી સ્વાસ્થયની દ્રષ્ટિએ એકદમ ફીટ છે. જો કે સતત પ્રવાસ અને દોડધામના કારણે ઓક્ટોબર 2018 મહિનામા વાયરલ ઇન્ફેક્શન થયું હતું. જેના કારણે 3 દિવસ સુધી આરામ કરવાની ફરજ પડી હતી. જો કે આ સિવાય કોઇ જ ગંભીર બીમારી નથી. એટલે કહી શકાય ગુજરાતના મુખ્ય પ્રધાન એકદમ ફીટ છે. અને તંદુરરસ્ત છે.

ના.મુખ્ય પ્રધાન નીતિન પટેલ

ડેપ્યુટી સીએમ નિતિન પટેલની ઉંમર 62 વર્ષની છે. ડેપ્યુટી સીએમ નિતિન પટેલ રાજય સરકારમાં મહતવની જવાબદારી નિભાવી રહ્યા છે. વર્ષ 2017મા સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. અને પંદર દિવસ માટે આરામ કરવો પડ્યો હતો. જો કે સમયાંતરે તેઓ પ્રવાસ કરે છે. સાથે જ સચિવાલયમા રહીને સરકારી કામોને પણ આગળ ધપાવે છે. ડિસે્મ્બર 2018મા તેમને લાંબા સમયથી પગના ઘૂંટણમાં ઘસારાના કારણે ચાલવામાં તકલીફ થતી હતી. જેથી મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ગુજરાતના કોઇ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવવાને બદલે બ્રિચરેન્ડી હોસ્પિટલની પસંદગી પણ ચર્ચાનો વિષય બન્યું હતું. સાથે જ ડાયાબીટીસની પણ તેમને ફરીયાદ છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત કેટલીક મહત્વની જવાબદારીઓ નિભાવવા સાથે સંસદીય બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, જેલ, ઊર્જા વિભાગની કામગીરી નિભાવતા પ્રદીપસિંહ જાડેજાને પોતાની વ્યસનની આદતના કારણે મોંનું કેન્સર થયું છે. તબીબી સૂચનને આધારે ૨૬ નવેમ્બરે 2018માં તેમનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું. આઠ કલાકના ક્રિટિકલ ઓપરેશનમાં મોંઢામાં કેન્સરનો જે ભાગ હતો તેને દૂર કરવામાં આવ્યો હતો. એ સિવાય અન્ય કોઇ બીમારી નથી. સતત પ્રજા વચ્ચે જોવા મળે છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉંમર 62 વર્ષની છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમને લાંબા સમયથી ડાયાબીટીસ છે. ઓગસ્ટ 2018મા ફૂટ પોઇઝનિંગ થતા યુ એન મેહતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફૂડ પોઇઝનિંગના કારણે સુગર અને રકત ચાપના અનિયમિતતા થઇ હતી. જેના કારણે એક સપ્તાહ આરામ કરવો પડ્યો હતો. પ્રજા વચ્ચે સતત જોવા મળે છે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર

ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજના અગ્રણી નેતા તથા સરકારના મંત્રી દિલીપ ઠાકોરને વ્યૂહાત્મક ગણતરીથી રૂપાણી સરકારમાં શ્રમ અને રોજગાર વિભાગનો કેબિનેટ દરજ્જો સોંપવામાં આવ્યો છે. દિલીપ ઠાકોરને ડાયાબીટીસ છે. સાથે જ કેટલાક સમયથી આંખમાં તકલીફ ઊભી થઇ હતી. તબીબી તપાસમાં મોતિયાનું નિદાન થતાં વર્ષ ઓક્ટોબર 2018મા  મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. તેઓ દસેક દિવસ માટે સરકારી કામકાજથી દૂર રહ્યા હતા. અન્ય કોઇ બીમારી હાલમા નથી.

નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડીયા

રૂપાણી સરકારનો યુવા ચહેરો એટલે જયેશ રાદડીયાની 2017મા નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી તરીકે વરણી થઇ છે. હાલમાં તેઓ એકદમ ફીટ છે. જો કે વર્ષ 2013માં ગાંધીનગરના સરકારી મંત્રી નિવાસના બંગલાના બાથરૂમમાં લપસી પડ્યા હતા. આને કારણે તેમને ખભામાં ફ્રેક્ચર થતાં પંદર દિવસ કરતાં વધુ સમય માટે પોતાના વતન રાજકોટમાં આરામ કરવો પડ્યો હતો.

મત્સ્યોગ્ય રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી (અનફીટ)

પુરષોત્તમ સોલંકી રાજ્ય સરકારના સૌથી અનફીટ નેતા છે. કોળી સમાજના આગેવાન હોવાના કારણે માત્ર મંત્રી મંડળમા સમાવેશ કરવામાં આવે છે. પરષોત્તમ સોલંકી સિવિયર ડાયાબિટીસની અનિયમિતતાથી ઊભી થયેલી તકલીફોથી પીડિયા છે. લીવર ફંકશનિંગ પણ ખૂબ ઓછું થઇ ગયું છે. વારંવાર ડાયાલીસીસ માટે એપોલોમાં દાખલ થવું પડે છે. અગાઉ સોલંકી પોતાની સરકારી ઓફિસમાં ક્યારેક આવતા પણ હતા. પરંતુ રૂપાણી સરકારમાં મંત્રી બન્યા પછી સૌથી ઓછા સમય માટે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨માં આવેલી કચેરીમાં આવ્યા છે.

ઊર્જામંત્રી સૌરભ પટેલ (ફીટ નેતા)

ફેબ્રુઆરી ૨૦૧૬માં એ વખતે પ્રચલિત થઇ રહેલી બેરિયાટીક સર્જરી કરાવી હતી. તેમને ડાયાબિટીસની પણ તકલીફ રહી છે. પોતાના ભારે શરીરને કારણે આ તકલીફ છે. એવું તબીબી નિદાન થતાં તેમણે પેટ અને કમરના ભાગે રહેલી ચરબીને બેરિયાટિક સર્જરીથી દૂર કરાવી હતી. ત્યારે તેમણે બે મહિના આરામ કર્યો હતો.જો કે આ ટ્રીટમેન્ટ પછી એમને નિયમિત ચેકઅપ તથા કેટલીક સાવચેતી રાખવી પડે છે.

ઇશ્વરસિહ પટેલ સહકાર તથા રમત ગમત વિભાગ (ફીટ નેતા)

પ્રધાન બન્યાના 3 મહિના બાદ જ તેમને હાર્ટની સર્જરી કરાવવાની પડી હતી. જેના લીઘે 15 દિવસ સુધી આરામ કરવાની ફરજ પડી હતી

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

વિધાનસભાના અધ્યક્ષ તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્ર ત્રિવેદી રમત ગમત મંત્રી પણ રહી ચૂક્યા છે. સ્વાસ્થની રીતે એકદમ ફીટ છે અને સૌથી લાંબા સમય માટે વિધાન સભા ચલાવવાનો પણ રોકોર્ડ પર તેમના ખાતે નોંધાયો છે. તો મંત્રીઓ તથા સરકારી બાબુઓની પણ ભાગદોડ સતત રહેતી હોય છે. જેની પણ અસર તેમના સ્વાસ્થ પર થતી જોવા મળે છે.

મુખ્યસચિવ ડૉ.જે.એન.સિંઘને ૨૦૧૭ના વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ તુંરત જ હ્યદયરોગનો હુમલો આવ્યો હતો. અને બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. આ પૂર્વે વરિષ્ઠ સનદી અધિકારી પી.કે. તનેજાને પણ આવી જ સારવાર લેવી પડી હતી. સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે, ડૉ.સિંઘ સારવાર કરાવીને ફરજ પર આવ્યા ત્યારે જ અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલને બાયપાસ કરાવવી પડી હતી.

[yop_poll id=”1″]

Next Article