કૃષિ કાયદા: 16 વિપક્ષી પાર્ટીઓ એકજૂટ, આવતીકાલે બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર 

|

Jan 28, 2021 | 4:50 PM

કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. તેની વચ્ચે કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ સહિત 16 રાજકીય પાર્ટીઓથી શુક્રવારથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો બહિષ્કાર કરશે.

કૃષિ કાયદા: 16 વિપક્ષી પાર્ટીઓ એકજૂટ, આવતીકાલે બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર 
Gulam Nabi Aazad (File Image)

Follow us on

કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. તેની વચ્ચે કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ સહિત 16 રાજકીય પાર્ટીઓથી શુક્રવારથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો બહિષ્કાર કરશે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો બહિષ્કાર કરવાનું મુખ્ય કારણ કૃષિ કાયદા છે. કારણ કે સરકારે વિપક્ષની સહમતિ વગર બળજબરીપૂર્વક સંસદમાં પસાર કર્યુ છે. રાષ્ટ્રપતિના અભિભાષણનું બહિષ્કાર કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ સિવાય NCP, JKNC, DMK, AITC, શિવસેના, એસપી, આરજેડી, સીપીઆઈ(એમ), સીપીઆઈ, IUML, RSP, PDP, MDMK, કેરળ કોંગ્રેસ, AIUDF છે.

વિપક્ષી પાર્ટીઓ શરૂથી જ આ 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પણ આ કાયદાની વિરૂદ્ધ છે અને છેલ્લા 2 મહિનાથી પણ વધારે સમયથી તેમની વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. વિપક્ષ અને ખેડૂત આ કાયદાઓને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: જામનગરના કાલાવડ તાલુકામાં ભાજપના નિરીક્ષકોએ કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવાર બાબતે લીધી સેન્સ

Next Article