EVM ની વિશ્વસનિયતા અકબંધ, 5 રાજ્યોની ચૂંટણીઓમાં VVPAT સાથે મેચ થયો દરેક વોટ

|

Jun 03, 2021 | 9:35 PM

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM)અને વોટર વેરિફાઇબલ પેપર ટ્રેલ્સ (VVPAT)માં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધાયેલા મત એકબીજા સાથે 100 ટકા મેચ થયા છે. ભારતીય ચૂંટણી પંચના અધિકારીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું હતું કે "ડેટા ઇવીએમ અને વીવીપીએટી વચ્ચે 100 ટકા મેચિંગ બતાવે છે. જે તેની ચોકસાઈ અને પ્રમાણિકતાને સાબિત કરે છે.

EVM ની વિશ્વસનિયતા અકબંધ, 5 રાજ્યોની ચૂંટણીઓમાં VVPAT સાથે  મેચ થયો દરેક વોટ
EVM ની વિશ્વસનિયતા અકબંધ

Follow us on

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM)અને વોટર વેરિફાઇબલ પેપર ટ્રેલ્સ (VVPAT)માં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધાયેલા મત એકબીજા સાથે 100 ટકા મેચ થયા છે. ભારતીય ચૂંટણી પંચના અધિકારીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું હતું કે “ડેટા ઇવીએમ અને વીવીપીએટી વચ્ચે 100 ટકા મેચિંગ બતાવે છે. જે તેની ચોકસાઈ અને પ્રમાણિકતાને સાબિત કરે છે. જ્યારે  આ પરિણામ તેની પહેલાની જેમ તેની પ્રામાણિકતાને પુષ્ટિ આપે છે.”

કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં આ વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજવામાં આવી હતી.જેની બાદ તેની વિશ્વનીયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા.

ઇવીએમ(EVM) 1989માં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. 2019 ની સામાન્ય ચૂંટણીમાં ભારતના તમામ મતક્ષેત્રોમાં વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, 2014 માં, વીવીપીએટીનો ઉપયોગ ફક્ત આઠ મતક્ષેત્રોમાં થયો હતો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 1,492 વીવીપીએટી મશીનો, તમિળનાડુમાં 1,183, કેરળમાં 728, આસામમાં 647 અને પુડુચેરીમાં 156 મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એપ્રિલ 2019 માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ચૂંટણી પંચને 2019 ની સામાન્ય ચૂંટણીમાં દરેક સંસદીય ક્ષેત્રના પાંચ ઇવીએમમાં ​​મેન્યુઅલ રીતે વીવીપેટ સ્લિપની ગણતરી કરવી ફરજિયાત રહેશે. દેશની ટોચની અદાલતનો આ નિર્દેશ 21 વિપક્ષી પાર્ટીઓએ કરેલી અરજી બાદ આવ્યો હતો.

જ્યારે વર્ષ 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી પંચને પત્ર લખીને ઇવીએમ ગણતરીઓ સાથેની તમામ વીવીપેટ કાગળની કાપલીઓની સંખ્યા નક્કી કરવા જણાવ્યું હતું.  વીવીપીએટી સ્લિપની સંખ્યા અને સંબંધિત ઇવીએમની ગણતરી વચ્ચે મેચ ન થતા  કિસ્સામાં વીવીપીએટીની  ગણતરી જ માન્ય રાખવામાં આવે છે.

Published On - 9:31 pm, Thu, 3 June 21

Next Article