ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

|

May 11, 2019 | 11:33 AM

લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના પેટલાદ વિધાનસભાના ધર્મજના એક મતદાન મથક 239 પર ધર્મજનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આગામી 12મેના રોજ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનનું આયોજન કરવામાં આવશે. બોગસ વોટિંગ થવાની ફરિયાદને કારણે મતદાન કરાયું છે. આણંદની સોજિત્રા વિધાનસભા બેઠક છે ત્યાં  ફરીથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. મતદાન મથક પર […]

ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

Follow us on

લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકના પેટલાદ વિધાનસભાના ધર્મજના એક મતદાન મથક 239 પર ધર્મજનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આગામી 12મેના રોજ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનનું આયોજન કરવામાં આવશે. બોગસ વોટિંગ થવાની ફરિયાદને કારણે મતદાન કરાયું છે.

આણંદની સોજિત્રા વિધાનસભા બેઠક છે ત્યાં  ફરીથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. મતદાન મથક પર 23 એપ્રિલના રોજ થયેલાં મતદાનમાં બોગસ મત પડ્યા હોવાની ફરીયાદો ઉઠી હતી અને તેને લઈને ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે મતદાનની પ્રક્રિયા ફરીથી યોજવામાં આવશે. 23મેના રોજ સમગ્ર ભારતમાં ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યારે હવે ટૂંકા ગાળામાં ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

TV9 Gujarati

 

સોજિત્રા વિધાનસભાની બેઠક પર ધર્મજ ખાતે આશરે 900 જેટલાં મતદારોને ફરીથી મત આપવો પડશે કારણ કે ચૂંટણી પંચે બોગસ વોટિંગની ફરીયાદને સ્વીકારી છે અને ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં આ પહેલા મતદાન મથક પર ચૂંટણી પંચ દ્વારા ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરવામાં  આવ્યો છે. 900 જેટલાં મતદારો ફરીથી મતદાન 12મી મેના રોજ કરશે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર જાહેરમાં ફેંકાયું ચંપલ, લોકોએ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:31 pm, Thu, 9 May 19

Next Article