Election 2021 : પશ્ચિમ બંગાળમાં યોજાશે આઠ તબક્કામાં મતદાન, 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન

|

Feb 26, 2021 | 6:01 PM

Election 2021 : પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. ચુંટણી પંચે કરેલી જાહેરાત મુજબ પશ્ચિમ બંગાળમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે તેની મતગણતરી 2 જી મેના રોજ યોજાશે.

Election 2021 : પશ્ચિમ બંગાળમાં યોજાશે આઠ તબક્કામાં મતદાન, 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન

Follow us on

Election 2021 : પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. ચુંટણી પંચે કરેલી જાહેરાત મુજબ પશ્ચિમ બંગાળમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે તેની મતગણતરી 2 જી મેના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળમાં ગત વિધાનસભામાં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું.

પશ્ચિમ બંગાળ : ભાજપ આપી રહ્યું છે મમતાને ટક્કર

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો વર્ષ 2016 માં તૃણમૂલ કોંગ્રેસે 294 બેઠકોમાંથી 211 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી હતી. પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42 માંથી 18 બેઠકો જીતીને રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કર્યા હતા. આને કારણે, 2021 ની વિધાનસભાની ચૂંટણી મમતા બેનર્જી માટે ઘણી મુશ્કેલ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે 80 વર્ષથી ઉપરના લોકો, અપંગ લોકો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો, જેને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. તમામ ચૂંટણી અધિકારીઓનું કોરોના રસીકરણ થશે. મતદાનનો સમય 1 કલાક વધુ રહેશે. અરોરાના જણાવ્યા મુજબ 5 રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો છે. આ વખતે અહીં 18.68 કરોડ મતદાતાઓ છે અને ત્યાં 2.7 લાખ મતદાન મથકો હશે.

અરોરાએ કહ્યું, ‘ગયા વર્ષે કોરોના સાથે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે વિશ્વભરના ચૂંટણી પંચો સમક્ષ ચૂંટણી યોજવાનું એક પડકાર હતું. ઘણા દેશોએ આવી સ્થિતિમાં પણ હિંમત દર્શાવી છે અને કેટલાક ફેરફારો અને સાવચેતીની ચૂંટણી યોજી છે. ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકો પર જૂન 2020 માં ચૂંટણી યોજીને શરૂઆત કરી હતી. બિહાર અમારા માટે એક મોટો પડકાર હતો. જેમાં 7.3 કરોડ મતદાતા હતા. તે અમારા માટે લિટમસ ટેસ્ટ હતો

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘મને એ કહેતા આનંદ થાય છે કે બિહારના મતદારોએ પણ વિશ્વાસ દર્શાવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બિહારમાં ઘણા અધિકારીઓની કોરોના હોવા છતાં, તેઓ ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખતા રહ્યા. તમને જાણીને આનંદ થશે કે બિહારમાં 57.3% મતદાન થયું હતું, જે ગત વિધાનસભાની ચૂંટણીઓ અને 2019 ની લોકસભાની ચૂંટણી કરતા વધારે હતું.

Next Article