Election 2021 : તમિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન, 2 મેના રોજ પરિણામ

|

Feb 26, 2021 | 5:40 PM

Election 2021 :  ચૂંટણી પંચે શુકવારે  ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચુંટણીની તારીખની જાહેરાત કરી છે.  જેમાં  તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. તમિલનાડુમાં 6  એપ્રિલના રોજ ચુંટણી યોજાશે. જયારે તેનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

Election 2021 : તમિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલના રોજ મતદાન, 2 મેના રોજ પરિણામ

Follow us on

Election 2021 :  ચૂંટણી પંચે શુકવારે  ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચુંટણીની તારીખની જાહેરાત કરી છે.  જેમાં  તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. તમિલનાડુમાં 6  એપ્રિલના રોજ ચુંટણી યોજાશે. જયારે તેનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

તમિલનાડુ: કરૂણાનિધિ અને જયલલિતા વિના દાયકા બાદ ચૂંટણી યોજાશે

તમિલનાડુમાં 2021 માં યોજાનારી ચૂંટણી ઘણા દાયકાઓ પછી એકદમ વિશેષ બનવાની છે. કારણ કે આ વખતે ચૂંટણી બે રાજકીય દિગ્ગજો એમ કરુણાનિધિ અને જે. જયલલિતા વિના લડશે. ગત ચૂંટણીમાં, AIADMK એ અહીં 236 માં 136 બેઠકો જીતી હતી. જ્યારે ડીએમકેને 89 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં સુપરસ્ટાર કમલ હાસન પણ મેદાનમાં ઉતરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Election ની તારીખોની જાહેરાત પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે 80 વર્ષથી ઉપરના લોકો, અપંગ લોકો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો, જેને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. તમામ ચૂંટણી અધિકારીઓનું કોરોના રસીકરણ થશે. મતદાનનો સમય 1 કલાક વધુ રહેશે. અરોરાના જણાવ્યા મુજબ 5 રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો છે. આ વખતે અહીં 18.68 કરોડ મતદાતાઓ છે અને ત્યાં 2.7 લાખ મતદાન મથકો હશે.

અરોરાએ કહ્યું, ‘ગયા વર્ષે કોરોના સાથે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે વિશ્વભરના ચૂંટણી પંચો સમક્ષ ચૂંટણી યોજવાનું એક પડકાર હતું. ઘણા દેશોએ આવી સ્થિતિમાં પણ હિંમત દર્શાવી છે અને કેટલાક ફેરફારો અને સાવચેતીની ચૂંટણી યોજી છે. ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકો પર જૂન 2020 માં ચૂંટણી યોજીને શરૂઆત કરી હતી. બિહાર અમારા માટે એક મોટો પડકાર હતો. જેમાં 7.3 કરોડ મતદાતા હતા. તે અમારા માટે લિટમસ ટેસ્ટ હતો

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘મને એ કહેતા આનંદ થાય છે કે બિહારના મતદારોએ પણ વિશ્વાસ દર્શાવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બિહારમાં ઘણા અધિકારીઓની કોરોના હોવા છતાં, તેઓ ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખતા રહ્યા. તમને જાણીને આનંદ થશે કે બિહારમાં 57.3% મતદાન થયું હતું, જે ગત વિધાનસભાની ચૂંટણીઓ અને 2019 ની લોકસભાની ચૂંટણી કરતા વધારે હતું.

Next Article