Election 2021: અસમમાં 27 માર્ચથી ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત, 2 મેના રોજ પરિણામ

|

Feb 26, 2021 | 5:30 PM

Election 2021:  અસમમાં ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજના થશે. 

Election 2021: અસમમાં 27 માર્ચથી ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત, 2 મેના રોજ પરિણામ

Follow us on

Election 2021:  અસમમાં ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજના થશે.  જ્યારે બીજા તબક્કાનું  મતદાન 1  એપ્રિલના રોજ તેમજ ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ યોજાશે. જ્યારે તેનું પરિણામ 2 મે 2021 ના રોજ જાહેર કરવામાં આવશે.

Election ની તારીખોની જાહેરાત પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે 80 વર્ષથી ઉપરના લોકો, અપંગ લોકો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો, જેને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. તમામ ચૂંટણી અધિકારીઓનું કોરોના રસીકરણ થશે. મતદાનનો સમય 1 કલાક વધુ રહેશે. અરોરાના જણાવ્યા મુજબ 5 રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો છે. આ વખતે અહીં 18.68 કરોડ મતદાતાઓ છે અને ત્યાં 2.7 લાખ મતદાન મથકો હશે.

અરોરાએ કહ્યું, ‘ગયા વર્ષે કોરોના સાથે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે વિશ્વભરના ચૂંટણી પંચો સમક્ષ ચૂંટણી યોજવાનું એક પડકાર હતું. ઘણા દેશોએ આવી સ્થિતિમાં પણ હિંમત દર્શાવી છે અને કેટલાક ફેરફારો અને સાવચેતીની ચૂંટણી યોજી છે. ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકો પર જૂન 2020 માં ચૂંટણી યોજીને શરૂઆત કરી હતી. બિહાર અમારા માટે એક મોટો પડકાર હતો. જેમાં 7.3 કરોડ મતદાતા હતા. તે અમારા માટે લિટમસ ટેસ્ટ હતો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘મને એ કહેતા આનંદ થાય છે કે બિહારના મતદારોએ પણ વિશ્વાસ દર્શાવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બિહારમાં ઘણા અધિકારીઓની કોરોના હોવા છતાં, તેઓ ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખતા રહ્યા. તમને જાણીને આનંદ થશે કે બિહારમાં 57.3% મતદાન થયું હતું, જે ગત વિધાનસભાની ચૂંટણીઓ અને 2019 ની લોકસભાની ચૂંટણી કરતા વધારે હતું.

Published On - 5:29 pm, Fri, 26 February 21

Next Article