Dy CM keshav prasad maurya: અયોધ્યામાં કાર સેવકોના નામે રસ્તા બનાવાશે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા વોટ સાથે ભાજપની સરકાર બનશે

|

Jul 09, 2021 | 4:05 PM

કાર સેવકોના નામે રસ્તાઓના નિર્માણ અંગે નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે, 30 નવેમ્બર 1990 ના રોજ નિશસ્ત્ર રામ ભક્તો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Dy CM keshav prasad maurya: અયોધ્યામાં કાર સેવકોના નામે રસ્તા બનાવાશે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા વોટ સાથે ભાજપની સરકાર બનશે
Dy CM keshav prasad maurya (File photo)

Follow us on

આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election) ધ્યાનમાં રાખીને રાજકીય હલચલ તીવ્ર બની રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય (keshav prasad maurya) દિલ્હી પહોંચ્યા છે. અહીં તેમણે ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, અયોધ્યા શ્રી રામના જન્મસ્થળ (Ayodhya Ram Mandir) માટે લાંબી લડાઈ લડવામાં આવી છે. આ માટે કોર્ટના આદેશ બાદ હવે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દેશના કરોડો લોકો મંદિરનું નિર્માણ થતું જોવા ઇચ્છે છે.

કાર સેવકોના નામે રસ્તાઓના નિર્માણ અંગે નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે, 30 નવેમ્બર 1990 ના રોજ નિશસ્ત્ર રામ ભક્તો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાં અનેક કાર સેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની સૂચિ તૈયાર થઈ રહી છે, તમામ રામ ભક્તોના નામે ઉત્તર પ્રદેશની અંદર રસ્તાઓ બનાવવામાં આવશે. આ રસ્તાઓ પર બલિદાન આપનારા રામ ભક્તોનું ચિત્ર પણ હશે અને આવનારી પેઢી માટે તેમની સમૃતી યાદોમાં રહેશે. લોકોને યાદ રાખવું જોઈએ કે, અયોધ્યા આંદોલનમાં કયા પ્રકારનાં સંઘર્ષો કરવામાં આવ્યા છે.

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ગાઝીની મજદાર પર ચાદર ચડાવવાના વિવાદ અંગે તેમણે કહ્યું કે, 2022માં આપણા 60 ટકા મતો છે, ત્યાં માત્ર 40 ટકા વિપક્ષ છે. ભલે બધા વિરોધીઓ સાથે મળીને લડેશે તો પણ આપણી જ સરકાર બનવાની છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના શાસનમાં રાજ્યના વિકાસનું કામ થયું છે. કાયદો અને વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ, માર્ગ, વીજળી અને પાણીની વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ. અમે ઉત્તર પ્રદેશમાં 60 ટકાથી વધુ મતો અને 300થી વધુ બેઠકો જીતીને ફરીથી સરકાર બનાવીશું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો: Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

 

આ પણ વાંચો: ના, આ કોઈ ફિલ્મની હિરોઈન નહીં, આ છે ભારતનું ગર્વ IPS પૂજા યાદવ: જાણો તેમના વિશે

Next Article