New Mumbai : ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના અને ભાજપ વચ્ચે ઘમાસાણ, NCP એ પણ શિવસેનાનો કર્યો વિરોધ

|

Jun 24, 2021 | 7:24 PM

New Mumbai : નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના,BJP, NCP વચ્ચે વિવાદ થયો છે. શિવસેનાના નિર્ણયનો વિરોધ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ રહેલી NCP પણ કરી રહી છે.

New Mumbai : ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના અને ભાજપ વચ્ચે ઘમાસાણ, NCP એ પણ શિવસેનાનો કર્યો વિરોધ
FILE PHOTO

Follow us on

New Mumbai : નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) હજી બનીને તૈયાર થયું નથી.લગભગ 2023માં માં આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલું વિમાન ઉપડશે, પરંતુ એરપોર્ટનું નામકરણ અંગે અત્યારથી જ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે.નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના,BJP, NCP વચ્ચે વિવાદ થયો છે. આ વિવાદ વચ્ચે BJP સાથે NCP એ પણ શિવસેનાનો વિરોધ કર્યો છે.

 

શિવસેના ઇન્ટરનેશનલ એરપોર્ટ નામકરણ અંગે અડગ
મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનની પાર્ટી શિવસેના (ShivSena) નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે પોતાના નિર્ણય પર અડગ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) નું નામ આપવા માંગે છે. જો કે શિવસેનાના આ નિર્ણયનો વિરોધ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ રહેલી NCP પણ કરી રહી છે.

BJP સાથે NCP એ પણ શિવસેનાનો વિરોધ કર્યો
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે શિવસેનાના નિર્ણયનો ભાજપે અને એનસીપીએ વિરોધ કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્થાનિક ધારાસભ્ય પ્રશાંત ઠાકુર ભાજપની ટિકિટ પર ચૂંટાયા હોવાથી ભાજપે પણ આ વિવાદમાં કૂદકો લગાવ્યો છે.પ્રશાંત ઠાકુરે કહ્યું કે એરપોર્ટની નામકરણની સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં શિવેસનાએ તેમને પૂછ્યા વગર જ આ નિર્ણય લીધો છે.

આ મામલે એનસીપી વતી મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબલે પણ હસ્તક્ષેપ કર્યો છે. ભુજબલ કહે છે કે બાલાસાહેબ ખુદ ઇચ્છતા હતા કે આ એરપોર્ટનું નામ જેઆરડી ટાટાના નામ પર રાખવું જોઈએ. ટાટાને ભારતમાં હવાઈ સેવાના જનક માનવામાં આવે છે.

થાણે અને રાયગઢમાં પણ શિવેસનાનો વિરોધ
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે શિવસેનાના નિર્ણયનો વિરોધ થાણે અને રાયગઢ જિલ્લાના સ્થાનિકો પણ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે એરપોર્ટનું નામ સ્થાનિક રાજકારણી અને સામાજિક કાર્યકર દિવંગત ડીબી પાટીલ (DB PATIL) ના નામ પર હોવું જોઈએ. નવી મુંબઈ શહેર બનતી વખતે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી છે ત્યારે પાટીલે ભારે આંદોલન કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે.

Next Article