દેશમાં ભાજપાની ભવ્ય જીત વચ્ચે વડાપ્રધાન મોદીએ કેમ યાદ કર્યું ગુજરાતને ? વાંચો આ રહ્યું કારણ

|

Nov 11, 2020 | 8:47 PM

દેશનાં વિવિધ ભાગોમાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન ભાજપે વિરોધી પાર્ટીઓને મજબૂત હાર આપીને પોતાની તાકાતનો પરિયચ આપવા સાથે આગળ આવનારી ચૂંટણીમાં ભાજપ કઈ રીતે આગળ વધશે તેનો રોડમેપ પણ બતાવી દીધો. આજે દિલ્હી ભાજપનાં હેડક્વાર્ટર ખાતે બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત, લદ્દાખ, કર્ણાટક, મણિપુર સહિતની બેઠકો પર મેળવેલા ભવ્ય વિજયને વધાવી લેવા માટે અભિનંદન સમારોહ યોજાયો હતો. આ […]

દેશમાં ભાજપાની ભવ્ય જીત વચ્ચે વડાપ્રધાન મોદીએ કેમ યાદ કર્યું ગુજરાતને ? વાંચો આ રહ્યું કારણ

Follow us on

દેશનાં વિવિધ ભાગોમાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન ભાજપે વિરોધી પાર્ટીઓને મજબૂત હાર આપીને પોતાની તાકાતનો પરિયચ આપવા સાથે આગળ આવનારી ચૂંટણીમાં ભાજપ કઈ રીતે આગળ વધશે તેનો રોડમેપ પણ બતાવી દીધો.

આજે દિલ્હી ભાજપનાં હેડક્વાર્ટર ખાતે બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત, લદ્દાખ, કર્ણાટક, મણિપુર સહિતની બેઠકો પર મેળવેલા ભવ્ય વિજયને વધાવી લેવા માટે અભિનંદન સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રક્ષાપ્રધાન રાજનાથસિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી સહિતનાં નેતાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કાર્યકર્તાઓ તેમજ મતદારોને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાનાં કપરા કાળ વચ્ચે પણ અમે કરેલી કામગીરીને જનતાએ વધાવી લીધી છે. 21મી સદી એવી છે કે જેમાં જનતા કામ કરવાવાળાઓને જ સત્તાનું સુકાન સોંપશે. તેમણે જણાવ્યું કે બિહારનાં આવેલા પરિણામ ઘણાં ઉંડા છે. તેમણે ભાજપનાં વિજય રથ વચ્ચે ગુજરાતની ભૂમિને પણ યાદ કરી લીધી હતી અને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ 1990ની સાલથી સતત જીતી રહ્યું છે અને ભાજપની સાથે લોકોનો એવો બ્રિજ બની ગયો છે કે જળવાઈ રહ્યો છે. એટલે કે લોકો ભાજપમાં સતત વિશ્વાસ મુકી રહ્યા છે. જણાવવું રહ્યું કે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાંજ પહેલી ચૂંટણી લડી હતી અને ત્યાંથી તેમની શરૂ થયેલી સફર આજે વડાપ્રધાન અને દેશની સેવા સુધી પહોચી ચુકી છે. ગુજરાતથી મેળવેલી ખ્યાતિ આજે દેશ દુનિયામાં ફેલાઈ ચુકી છે. કહી શકાય કે જીતનાં પાયામાં રહેલા ગુજરાતને એટલે જ તેમણે યાદ કરીને આડકતરી રીતે  આભાર વ્યક્ત કરી લીધો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article