DELHI : ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે આઠમા તબક્કાની વાતચીત થશે

|

Jan 04, 2021 | 11:46 AM

DELHI કૃષિ કાયદાઓને લઇને ખેડૂત આંદોલન વચ્ચે આજે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે આઠમા તબક્કાની વાતચીત થશે. જેમાં ખેડૂતોના બાકીના બે મુદ્દાઓ MSP અને કૃષિ કાયદા પરત લેવાની માગ પર ચર્ચા થશે. બપોરે 2 વાગ્યે દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક મળશે. સરકાર સાથે બેઠક પહેલા ખેડૂતોએ કહ્યું કે, જો મેળ નહીં […]

DELHI : ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે આઠમા તબક્કાની વાતચીત થશે

Follow us on

DELHI કૃષિ કાયદાઓને લઇને ખેડૂત આંદોલન વચ્ચે આજે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે આઠમા તબક્કાની વાતચીત થશે. જેમાં ખેડૂતોના બાકીના બે મુદ્દાઓ MSP અને કૃષિ કાયદા પરત લેવાની માગ પર ચર્ચા થશે. બપોરે 2 વાગ્યે દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક મળશે. સરકાર સાથે બેઠક પહેલા ખેડૂતોએ કહ્યું કે, જો મેળ નહીં પડે તો 6 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરીશું.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મહત્વનું છે કે, અત્યાર સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે 7 તબક્કાની બેઠક મળી ચૂકી છે. જો કે મામલો નવા કૃષિ કાયદાઓ અને MSP પર અટક્યો છે. એક તરફ સરકાર કૃષિ કાયદાઓને પરત લેવા નથી માગતી તો બીજી તરફ ખેડૂતો જ્યાં સુધી કૃષિ કાયદાઓ પરત નહીં ખેંચાય ત્યાં સુધી દિલ્લી બોર્ડર પરથી હટવા તૈયાર નથી. ત્યારે આજનો દિવસ અને આજની બેઠક ખેડૂત આંદોલનમાં નવો વળાંક લાવી શકે છે. ખેડૂતોની ચાર મહત્વની માગણીઓમાંથી બે માગણીઓ પર સરકાર પહેલા જ સહમતિ આપી ચૂકી છે.

Next Article