DELHI : ગુજરાતમાં ભવ્ય જીત બદલ BJP રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. NADDAએ રાજ્યની જનતાને અભિનંદન આપ્યા

|

Feb 23, 2021 | 8:01 PM

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ પણ ટ્વિટ કરીને રાજ્યની જનતાનો આભાર માન્યો છે અને સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનને અભિનંદન આપ્યા છે. 

DELHI : ગુજરાતમાં ભવ્ય જીત બદલ BJP રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. NADDAએ રાજ્યની જનતાને અભિનંદન આપ્યા
J.P. NADDA

Follow us on

DELHI : ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં BJPની ભવ્ય જીત બદલ ચારે બાજુથી પ્રદેશ ભાજપ પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે તો સાથે જ ભાજપની જીત બદલ જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI), કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (HM AMIT SHAH) અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P. NADDA) એ પણ ટ્વિટ કરીને રાજ્યની જનતાનો આભાર માન્યો છે અને સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનને અભિનંદન આપ્યા છે. 

પ્રદેશ ભાજપને અભિનંદન
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વિટ કરીને લખ્યું કે ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં  ગુજરાત ભાજપને ભારે બહુમતી મળી છે. આ અભૂતપૂર્વ વિજય બદલ હું તમામ છ મહાનગર પાલિકાના મતદારો, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

રાજ્યની જનતાનો આભાર 
બીજી ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાત ભાજપનો ઐતિહાસિક વિજય એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકકલ્યાણ અને વિકાસલક્ષી નીતિઓમાં અવિરત વિશ્વાસની જીત છે. હું ભાજપ પર સતત વિશ્વાસ મુકવા બદલ રાજ્યની જનતાનો આભાર માનું છું. 

મોદી સરકારની નીતિઓને દેશની જનતાનું સમર્થન 
અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી હોય કે 11 રાજ્યોમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હોય કે પછી અસમ, અરૂણાચલ, જમ્મુ-કાશ્મીર, ગોવા, રાજસ્થાન, લદ્દાખ, હૈદરાબાદ અને ગુજરાતમાં યોજાયેલી યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, દેશના ખેડુતો, શ્રમિકો, વેપારીઓ, યુવાનો અને મહિલાઓએ પણ મોદી સરકારની નીતિઓને પોતાનું  સમર્થન આપ્યું છે. 

 

Next Article