ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60 હજાર 95 મતથી જીત, કોંગ્રેસે કહ્યું હાર પર મનોમંથન કરીશું

|

Nov 10, 2020 | 6:11 PM

ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની જીત થઇ અને 60 હજાર 95 મતોથી ડાંગની બેઠક વિજય પટેલે જીતી લીધી છે, તો કોંગ્રેસી ઉમેદવાર સુર્યકાંત ગાવિતનો કારમો પરાજય થયો. મતગણતરીના 36 રાઉન્ડના અંતે ભાજપને કુલ ભાજપ 94,006 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને કુલ 33,911 મત મળ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી એક મજબૂત ત્રીજા પક્ષ […]

ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60 હજાર 95 મતથી જીત, કોંગ્રેસે કહ્યું હાર પર મનોમંથન કરીશું

Follow us on

ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની જીત થઇ અને 60 હજાર 95 મતોથી ડાંગની બેઠક વિજય પટેલે જીતી લીધી છે, તો કોંગ્રેસી ઉમેદવાર સુર્યકાંત ગાવિતનો કારમો પરાજય થયો. મતગણતરીના 36 રાઉન્ડના અંતે ભાજપને કુલ ભાજપ 94,006 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને કુલ 33,911 મત મળ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી એક મજબૂત ત્રીજા પક્ષ તરીકે ઉભરી હતી. બીટીપીને કુલ 1234 મત મળ્યા હતા. આ ઉપરાંત કુલ 1 લાખ 35 હજાર 98 મત પૈકી 2,939 મત notaમાં ગયા હતા, જેમાં બેલેટ પેપર ઉપર મતદાન કરનાર 1442 સરકારી અધિકારીઓમાંથી 20 મત nota ને આપ્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય પટેલે પોતાની જીતનો શ્રેય જનતાને આપીને કાર્યકરોનો આભાર માન્યો તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુર્યકાંત ગાવિતે કબૂલાત કરી તેઓએ ચૂંટણી જીતવા મહેનત તો કરી, પરંતુ પરિણામ ન મળ્યું જોકે પોતાની હાર માટે તેઓએ મનોમંથન કરવાની પણ તૈયારી દર્શાવી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article