JNU હિંસા : 40-50 અજાણ્યા લોકો આવ્યા હોવાની વાત દિલ્હી પોલીસે સ્વીકારી, નોંધી FIR

|

Jan 06, 2020 | 2:39 PM

જેએનયુમાં ગઈરાત્રે હિંસા થઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જો કે દિલ્હી પોલીસે આ અંગે એક એફઆઈઆર દાખલ કરી. આ એફઆઈઆરમાં જ એવો ખૂલાસો થયો છે કે દિલ્હી પોલીસની નજર સામેથી 40-50 જે લોકો નકાબ પહેરીને આવ્યા હતા તે ભાગી ગયા. આ મુદે રાજનીતિ પણ […]

JNU હિંસા : 40-50 અજાણ્યા લોકો આવ્યા હોવાની વાત દિલ્હી પોલીસે સ્વીકારી, નોંધી FIR

Follow us on

જેએનયુમાં ગઈરાત્રે હિંસા થઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જો કે દિલ્હી પોલીસે આ અંગે એક એફઆઈઆર દાખલ કરી. આ એફઆઈઆરમાં જ એવો ખૂલાસો થયો છે કે દિલ્હી પોલીસની નજર સામેથી 40-50 જે લોકો નકાબ પહેરીને આવ્યા હતા તે ભાગી ગયા. આ મુદે રાજનીતિ પણ થવા લાગી છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર જેએનયુ હિંસા મામલે પ્રહાર કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :   ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં મોટો વધારો, ત્રણ દિવસમાં 2300 રૂપિયાનો વધારો

સોમવારના રોજ દિલ્હી પોલીસ એકશનમાં આવી છે અને દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. જણાવી દઈએ કે જેએનયુમાં આવવા અને બહાર જવા માટે 2 મેઈન ગેટ છે. દિલ્હી પોલીસના એક યુનિટને એડમિનિસ્ટ્રેશન ગેટ પાસે રાખવામાં આવ્યો છે. આ આદેશ હાઈકોર્ટે આપ્યો છે કારણ કે ફી વિવાદનો મુદે જેએનયુમાં વિરોધ ચાલી રહ્યો છે. જેને લઈને કોર્ટે એડમિનિસ્ટ્રેશન બ્લોકની નજીકના 100 મીટર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવા અંગે મનાઈ ફરમાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હી પોલીસે કહ્યું કે જેએનયુની ઘટનામાં કુલ 34 લોકોને ઈજા પહોંચી છે અને સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ સિવાય 40-50 અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 145, 147, 148, 149, 151 અને કલમ 3 અંગે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ઘૂસીને માર માર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article