રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, ટવીટ કરીને આપી જાણકારી 

|

Oct 01, 2020 | 4:43 PM

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અહેમદ પટેલે ટવીટ કરીને, કોરોના પોઝીટીવ હોવા અંગેની જાણ કરી. ટવીટમાં કહ્યું કે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓને સાવચેતીરૂપે ક્વોરોન્ટાઈન થવા અપિલ કરી છે. ગુજરાતમાંથી ચૂંટાયા હોય તેવા સસંદ સભ્યોમાં ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો […]

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, ટવીટ કરીને આપી જાણકારી 

Follow us on

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અહેમદ પટેલે ટવીટ કરીને, કોરોના પોઝીટીવ હોવા અંગેની જાણ કરી. ટવીટમાં કહ્યું કે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓને સાવચેતીરૂપે ક્વોરોન્ટાઈન થવા અપિલ કરી છે.

ગુજરાતમાંથી ચૂંટાયા હોય તેવા સસંદ સભ્યોમાં ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે. તો બીજી બાજુ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિસ સોલંકી અને શંકરસિહ વાઘેલાને પણ કોરોના થઇ ચૂક્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધારાસભ્યો ભાજપના કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, મધુ શ્રીવાસ્તવ, કનુ પટેલ અને મંત્રી રમણ પાટકર, જયેશ રાદડીયા સહીતના ધારાસભ્યો કોરોનાનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, નાથાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, અમરીશ ડેર, પુનાભાઈ ગામિત, વિરજી ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો.

આ પણ વાંચોઃલોકડાઉન દરમિયાન રદ કરાવેલી ફ્લાઈટની ટિકિટના નાંણા તાત્કાલિક ચૂકવવા સુપ્રિમનો આદેશ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article