કોંગ્રેસનું મોદી પર ટ્વિટર વૉર, 1 કલાકમાં 9 ટ્વિટ કરીને ભાજપ પર લગાવ્યો નીરવ મોદીને વિદેશ ભગાડવાનો આરોપ

|

Mar 10, 2019 | 11:21 AM

10 માર્ચ ,2019 રવિવારના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફેરન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ હાલમાં વાયરલ થયેલ નીરવ મોદીના વીડિયો સંદર્ભે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. LIVE: Press briefing by @Pawankhera, Spokesperson, on Modi govt's complicity in fraudster Mehul Choksi's escape. https://t.co/16PLGPghml — Congress Live (@INCIndiaLive) March 10, 2019 Web Stories View more રાજધાની..શતાબ્દી જ નહીં, […]

કોંગ્રેસનું મોદી પર ટ્વિટર વૉર, 1 કલાકમાં 9 ટ્વિટ કરીને ભાજપ પર લગાવ્યો નીરવ મોદીને વિદેશ ભગાડવાનો આરોપ

Follow us on

10 માર્ચ ,2019 રવિવારના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફેરન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ હાલમાં વાયરલ થયેલ નીરવ મોદીના વીડિયો સંદર્ભે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

9 માર્ચે યુ.કે.ના ધ ટેલિગ્રાફે ભારતમાંથી ફરાર નીરવ મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે લંડનના રસ્તાઓ પર બિન્દાસ રીતે ફરતા જોવા મળ્યો હતો. કોંગ્રેસે  ભાજપ સરકાર પર  આરોપ મુક્યો છે કે સરકારને 2015થી નીરવ મોદીના કારનામાઓ વિશે ખબર હતી.

પ્રેસ કોન્ફેરન્સ પહેલા કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી હતી કે કોંગ્રેસ પાસે પુરાવા છે જેના દ્વારા સાબિત થઇ શકે છે કે વડાપ્રધાન મોદીની સહાયથી જ નીરવ મોદી અને તેનો સાગરીત મેહુલ ચોક્સીને આ રીતે કૌભાંડ કરીને નાસી છૂટવાની તક મળી. કોંગ્રેસે ટ્વિટર પર અનેક ટ્વિટ્સ દ્વારા કથિત ઘટનાક્રમની માહિતી આપી હતી. કોંગ્રેસે ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટનો ઉલ્લેખ કરતા એવું કહ્યું કે CBIની ફરિયાદ નોંધમાં 2017-18 વચ્ચે બનાવટી LoU જારી અને રિન્યુ કરવામાં આવ્યા હતા તેવું દર્શાવામાં આવ્યું છે.

7 મે,2015ના રોજ અરજદાર વૈભવ ખુરનીયાએ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસને પત્ર લખ્યો હતો કે કઈ રીતે મેહુલ ચોક્સી અને તેની કંપની ગીતાંજલી ડાયમંડ્સ PNB અને ICICI જેવી બેન્ક્સને લોન માટે ખોટી અરજીઓ કરી રહી છે. 5 નવેમ્બર,2015ના રોજ નરેન્દ્ર મોદી મેહુલ ચોક્સીના યજમાન બન્યા હતા અને તેમને ‘મેહુલ ભાઈ’ કરીને સંબોધ્યા હતા.આ સંદર્ભે કોંગ્રેસે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

26 જુલાઈ 2016ના રોજ હરિ પ્રસાદે PMOને પત્ર લખતા ચેતવણી આપી હતી કે PNB કૌભાંડની શક્યતાઓ વર્તાઈ રહી છે. 29 જાન્યુઆરી 2018ના રોજ PNBના ઝોનલ ઓફિસના DGMએ CBIના જોઈન્ટ ડિરેક્ટરને અરજી કરતો પત્ર લખ્યો કે નીરવ મોદી દેશ છોડીને ના જઇ શકે તેવી લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવે.

TV9 Gujarati

 

 

કોંગ્રેસે 2018ની દવોસ સમિટનો એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં નીરવ મોદી પણ ઉપસ્થિત જોવા મળે છે.

પોતાની ટ્વિટ શ્રેણીના અંતે કોંગ્રેસે 23 ફેબ્રુઆરી,2018ના રોજ PNB સ્કેમ સંદર્ભે પોતે પ્રકાશિત કરેલી પ્રેસ રિલીઝની તસ્વીર પણ મુકી હતી.

 

આમ ઉપરાઉપરી એક સાથે 9 ટ્વિટ કરીને કોંગ્રેસે ભાજપ પર નીરવ મોદીને ભગાડવાનો આક્ષેપ કર્યો હતો અને તેની સાથે ટ્વિટરમાં પુરાવા પણ આપ્યા હતા.  નીરવ મોદીના મુદ્દાને લઈને હવે કોંગ્રેસે ટ્વિટર પર વૉર છેડી દીધું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article