નવજોતસિંહ સિદ્ધુ નવરાત્રિ પહેલા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા. ત્યારે કોંગ્રેસના ચૂંટણી સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુને જમ્મૂ કાશ્મીરમાં લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. કટરામાં ગયેલા નવજોતસિંહ સિદ્ધુને લોકોએ ઘેરી લીધા હતા. ત્યારબાદ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. નવજોતસિંહ સિદ્ધુ સાથે થયેલા આ વિરોધને જમ્મૂ કાશ્મીર ભાજપે ન્યાયી ગણાવ્યો છે. ભાજપનું કહેવુ છે કે ભારત વિરોધી […]
નવજોતસિંહ સિદ્ધુ નવરાત્રિ પહેલા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા. ત્યારે કોંગ્રેસના ચૂંટણી સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુને જમ્મૂ કાશ્મીરમાં લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો.
કટરામાં ગયેલા નવજોતસિંહ સિદ્ધુને લોકોએ ઘેરી લીધા હતા. ત્યારબાદ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. નવજોતસિંહ સિદ્ધુ સાથે થયેલા આ વિરોધને જમ્મૂ કાશ્મીર ભાજપે ન્યાયી ગણાવ્યો છે. ભાજપનું કહેવુ છે કે ભારત વિરોધી નિવેદનોના કારણે લોકો નવજોતસિંહ સિદ્ધુથી લોકો નારાજ છે.
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
પુલવામા આતંકી હુમલા પછી નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવાની અપીલ કરી હતી. તેનાથી કરતારપુર કોરિડોરને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વખાણ કરી ચૂક્યા હતા. આ વિરોધના કારણે તેમને ‘ધ કપિલ શર્મા શો’માંથી પણ કાઢવામાં આવ્યા હતા. તે સિવાય તે સોશિયલ મીડિયાથી લઈને રાજનીતિક મંચો પર પણ મોદી સરકારની વિરૂધ્ધ સતત નિવેદનો કરતા રહે છે.
‘મિશન શક્તિ’ પર પણ નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે જનતાને અંતરિક્ષમાં ના ફેરવો, જમીન પર પાછા લાવો, સાચા મુદ્દાઓથી ભટકાવશો નહીં આવા નિવેદનોના કારણે સિદ્ધુ ભાજપના નિશાના પર છે. કટરાની જેમ ઘણી જગ્યાએ તેમને વિરોધનો સામનો કરવો પડે છે.