UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો

|

Dec 28, 2019 | 2:59 PM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે લખનૈઉના પ્રવાસે છે. કોંગ્રેસ સ્થાપના દિવસે પ્રિયંકા ગાંધીએ નાગરિકતા સંશોધન કાનૂન અને NRC મુદ્દે મોદી સરકારને નિશાને લીધી હતી. તો સાથે અન્ય પાર્ટીઓનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમ બાદ પ્રિયંકા ગાંધી પૂર્વ IPS અધિકારી એસ.આર દારાપુરીના પરિવાર સાથે મુલાકાત માટે નિકળ્યા હતા. પરંતુ લખનૈઉ પોલીસે 1090 ચોક પર પ્રિયંકાના […]

UP પોલીસ પર પ્રિયંકા ગાંધીના મોટા આક્ષેપ, મારું ગળું દબાવીને મને રોકવામાં આવી અને ધક્કો માર્યો

Follow us on

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે લખનૈઉના પ્રવાસે છે. કોંગ્રેસ સ્થાપના દિવસે પ્રિયંકા ગાંધીએ નાગરિકતા સંશોધન કાનૂન અને NRC મુદ્દે મોદી સરકારને નિશાને લીધી હતી. તો સાથે અન્ય પાર્ટીઓનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમ બાદ પ્રિયંકા ગાંધી પૂર્વ IPS અધિકારી એસ.આર દારાપુરીના પરિવાર સાથે મુલાકાત માટે નિકળ્યા હતા. પરંતુ લખનૈઉ પોલીસે 1090 ચોક પર પ્રિયંકાના કાફલાને રોકી દીધો હતો.

પોલીસે રસ્તો રોકતા ગુસ્સે થઈ પ્રિયંકા ગાંધી

પોલીસે પ્રિયંકા ગાંધીનો કાફલો રોકતા ગુસ્સે ભરાઈ હતી. પ્રિયંકા ગાંધી જે બાદ કારમાંથી ઉતરીને પગપાળા ચાલવાનું શરૂ કરી દીધુ હતું. અને આ દરમિયાન પોલીસે તેની સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ લાગ્યો છે. અને પછી પોલીસે પરિવારને મળવા માટે મંજૂરી આપી દીધી હતી. જે સમયે પ્રિયંકા ગાંધીનો કાફલો રોકયો ત્યારે, મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રસ્તા પર અમને રોકવાનો કોઈ મતલબ નથી. આ SPGનો મુદ્દો નથી પણ યુપી પોલીસનો મુદ્દો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article