Pondicherry માં કોંગ્રેસને ફ્લોર ટેસ્ટ પૂર્વે આંચકો, એક વધુ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

|

Feb 21, 2021 | 5:55 PM

Pondicherry  માં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એક પછી એક આંચકો લાગ્યો છે. જેમાં પાર્ટીના અનેક ધારાસભ્યોના તાજેતરના રાજીનામા બાદ રવિવારે એક અન્ય  ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું.

Pondicherry માં કોંગ્રેસને ફ્લોર ટેસ્ટ પૂર્વે આંચકો, એક વધુ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Follow us on

Pondicherry  માં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એક પછી એક આંચકો લાગ્યો છે. જેમાં પાર્ટીના અનેક ધારાસભ્યોના તાજેતરના રાજીનામા બાદ રવિવારે એક અન્ય  ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય કે લક્ષ્મીનારાયણે પોંડેચરી વિધાનસભાના અધ્યક્ષ ને રાજીનામું સુપરત કર્યું હતું. પોંડેચરીની કોંગ્રેસ સરકારે 22 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ આપવાનો છે.

ધારાસભ્ય લક્ષ્મીનારાયણના રાજીનામા બાદ Pondicherry માં કોંગ્રેસ ગઠબંધનના  ધારાસભ્યની સંખ્યા 13 પર આવી ગઈ છે. ચાર વખતના કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મીનારાયણે રાજીનામાના પત્રમાં લખ્યું છે કે તેમને સન્માન ન મળતાં પાર્ટી ઉપર ગુસ્સો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટી પણ છોડી દેશે.

આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતાએ શુક્રવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસના વધુ 3 ધારાસભ્યો વિધાનસભામાંથી રાજીનામું આપશે. તેમણે કહ્યું કે નારાયણસામીની સરકાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી શકશે નહીં.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એપ્રિલ-મેમાં પોંડેચરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, તે પહેલા 22 ફેબ્રુઆરીએ કોંગ્રેસ સરકારે ફ્લોર ટેસ્ટ પર પોતાનો  બહુમત સાબિત કરવાનો છે.   છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ છોડયો છે. રાજ્ય સરકાર આ રીતે લઘુમતીમાં આવી છે. જાન્યુઆરી મહિનામાં કોંગ્રસના બે ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

પોંડેચરીમાં કુલ 30 વિધાનસભા બેઠકો છે. 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. રાજ્યમાં કોંગ્રેસ સરકારને ત્રણ ડીએમકે અને એક અપક્ષ ધારાસભ્યનો ટેકો છે. પૂર્વ મુખ્યમંત્રી એન. રંગસામીની અખિલ ભારતીય એનઆર કોંગ્રેસ પાસે સાત બેઠકો છે. જ્યારે એઆઈએડીએમકેએ ચાર બેઠકો જીતી હતી. ભાજપ પાસે ત્રણ ધારાસભ્યો છે.

Next Article