કચ્છ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપનો માન્ય આભાર, સમગ્ર મુદ્દે કોંગ્રેસ ચૂપ!

|

Sep 25, 2019 | 1:20 PM

કચ્છ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિક વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. સાથે જ સરકારી કાર્યક્રમમાં પણ એમની હાજરી રહી જે પણ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદ્યુમનસિંહ જાડેજાના મતે આ ફક્ત સ્થાનિક જનતાનાં કામને મંજૂરી મળવા બદલ આભારવિધિ છે. જેથી વિશેષ તે ફોટાનો કોઈ અર્થ નીકળતો નથી. આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસ-NCPના […]

કચ્છ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપનો માન્ય આભાર, સમગ્ર મુદ્દે કોંગ્રેસ ચૂપ!
abdasa

Follow us on

કચ્છ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિક વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. સાથે જ સરકારી કાર્યક્રમમાં પણ એમની હાજરી રહી જે પણ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદ્યુમનસિંહ જાડેજાના મતે આ ફક્ત સ્થાનિક જનતાનાં કામને મંજૂરી મળવા બદલ આભારવિધિ છે. જેથી વિશેષ તે ફોટાનો કોઈ અર્થ નીકળતો નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસ-NCPના ગઠબંધન નહીં, રાધનપુર બેઠક પર પેટાચૂંટણી માટે NCPના ઉમેદવાર જાહેર

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વાત એટલા માટે સમાન્ય નથી કારણ કે, પહેલાં તો સરકારી કાર્યક્રમમાં હાજરી અને ત્યારબાદ સરકારની વાહવાહી કરતી જાહેરાત સ્થાનિક વર્તમાનપત્રમાં આપવી. પેટાચૂંટણી પહેલા આ પ્રકારના સંકેત ચોક્કસથી ધ્યાન આકર્ષિત કરે એવા છે. પ્રદ્યુમનસિંહ જાડેજાનાં મતે અબડાસા એક મોટો વિધાનસભા વિસ્તાર છે. અને આ વિસ્તાર બોર્ડર એરિયા સાથે જોડાયેલો છે. તેમજ રસ્તા અને આરોગ્યને લગતી બાબતોને લઇને તેઓએ સરકારનાં મંત્રીઓ સાથે વાત કરી અને ગ્રાન્ટ મંજૂર થતાં જનતા તરફથી આભાર માન્યો છે. પરંતુ પેટાચૂંટણી પહેલાં આ પ્રકારની જાહેરાત કંઈક અલગ વાત કહી રહી છે. મહત્વનું છે કે, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાંથી જ કોંગ્રેસમાં જોડાયા છે.

  • શું ખરેખર આભાર માનવા પુરતી જ આ જાહેરાત છે
  • વાહવાહી સરકારની કરવાની હતી તો, જાહેરાતમાં સ્થાનિક ભાજપ હોદ્દેદારોનાં નામ શા માટે?
  • શું આ પાછળ કોઇ રાજકિય કારણ જવાબદાર છે ?
  • શું આ સમગ્ર બાબતને લઇને સ્થાનિક કોઇ રાજકિય ગણિત જવાબદાર છે ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું કોંગ્રેસ પાર્ટી ભાજપ પર આક્ષેપ ન કરી શકે કે, ભાજપ કોંગ્રેસની વિધાનસભા સીટો પર કોગ્રેસનાં ધારાસભ્યોને ગ્રાન્ટ આપતી નથી. આવા આક્ષેપથી બચવાના પ્રયાસ પણ હોઈ શકે છે કે, પછી કોંગ્રેસ પાર્ટીએ આ પાછળ કોઇ રાજકિય ગણિત જોઇને નિશાન સાધ્યું છે. રાજ્ય સરકારનાં કાર્યક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્યોને બોલાવવામાં આવતા નથી. એ પ્રકારનાં આક્ષેપ પહેલાં પણ કોંગ્રેસનાં ધારાસભ્યો, નેતાઓ અને સાંસદો કરી ચૂક્યા છે. આ સમગ્ર બાબતમાં પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે સી.જે ચાવડા પણ સરકારી કાર્યક્રમમાં હાજર રહ્યા છે. જે પણ વાત આંખે ઊડીને વળગે એવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિરોધપક્ષ સરકારી કાર્યક્રમમાં ન હાજર રહી શકે નહીં. પરંતુ સમય જ્યારે પેટાચૂંટણીનો હોય અને આ પ્રકારે સમાચાર પત્રોમાં જાહેરાત જરૂર સંકેત છે. ખુબ જ સામાન્ય અને સરળ વ્યક્તિત્વ ધરાવતા પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા આ મામલે સ્પષ્ટતા કરાઈ છે કે, તેઓ ક્યાંય ભાજપમાં જોડ઼ાવાના નથી. સાથે જ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પણ આ મામલે કંઇ પણ કહેવા તૈયાર નથી. પરંતુ ગુજરાતમાં આવી રહેલી પેટાચૂંટણી અગાઉ જ રાજકીય હલચલ શું છે તેનો ખુલાસો ભવિષ્યમાં જરૂર થશે.

Next Article