આ બાબા ભાજપની સરકારમાં મંત્રી હતા અને હવે કોંગ્રેસ સરકારમાં પણ બન્યા મંત્રી, પહેલાં દિવસે જ કરી હેલિકોપ્ટરની માગણી

|

Jun 04, 2019 | 2:24 PM

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે કમ્પ્યુટર બાબાને મંત્રી બનાવ્યા છે. તેમને નર્મદા, શિપ્રા, મંદાકિનીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. મંગળવારના રોજ દિગ્વિજયસિંહની હાજરીમાં આ કમ્પ્યુટર બાબાએ પદભાર સંભાળ્યો હતો. કોંગ્રેસની સરકારમાં પદભાર સંભાળ્યા બાદ તરત જ બાબાએ હેલિકોપ્ટરની માગણી કરી છે. બાબાનું કહેવું છે કે એક દિવસ માટે તેમને હેલિકોપ્ટર આપવામાં આવે જેનાથી તેઓ નર્મદાની પરિક્રમા કરી શકે […]

આ બાબા ભાજપની સરકારમાં મંત્રી હતા અને હવે કોંગ્રેસ સરકારમાં પણ બન્યા મંત્રી, પહેલાં દિવસે જ કરી હેલિકોપ્ટરની માગણી

Follow us on

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે કમ્પ્યુટર બાબાને મંત્રી બનાવ્યા છે. તેમને નર્મદા, શિપ્રા, મંદાકિનીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. મંગળવારના રોજ દિગ્વિજયસિંહની હાજરીમાં આ કમ્પ્યુટર બાબાએ પદભાર સંભાળ્યો હતો.

કોંગ્રેસની સરકારમાં પદભાર સંભાળ્યા બાદ તરત જ બાબાએ હેલિકોપ્ટરની માગણી કરી છે. બાબાનું કહેવું છે કે એક દિવસ માટે તેમને હેલિકોપ્ટર આપવામાં આવે જેનાથી તેઓ નર્મદાની પરિક્રમા કરી શકે સાથે ક્યાં ક્યાં ખરેખર સફાઈની જરુરિયાત છે તેને સમજી શકે. તમને જણાવીએ આ બાબાને કોંગ્રેસે ભલે મંત્રી બનાવ્યા પણ શિવરાજ સરકારે પણ 2018ના વર્ષમાં મંત્રીનો દરજ્જો આપ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

TV9 Gujarati

 

આમ ભાજપની સરકાર પણ મંત્રી બન્યા અને હવે સત્તા બદલાઈ ગયી તો તેઓ કોંગ્રેસની સરકાર પણ મંત્રી બની ગયા છે. જો કે શિવરાજ સરકારમાં કમ્પ્યુટર બાબાએ ધર્મની અવગણના થાય તેમ કહીને રાજીનામું આપી દીધું હતું. મુદ્દાની વાત કરીએ તો કમ્પ્યુટર બાબાને જ્યારે ભાજપની સરકારે મંત્રી બનાવ્યા ત્યારે કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધર્મની રાજનીતિ કરી રહી છે. હાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવાની સાથે કમ્પ્યુટર બાબાને ફરીથી મંત્રી બનાવી દેવાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવાનો તખ્તો તૈયાર, મોસ્ટ વોન્ટેડ ટોપ 10 આતંકીઓ સુરક્ષાદળોના નિશાના પર

આમ ભલે સરકાર બદલાયી ગયી હોય તો પણ બાબા તો મંત્રી પદમાં આવી જ ગયા છે. પહેલાં શિવરાજ સરકારે મંત્રી બનાવ્યા હતા તો હવે મધ્યપ્રદેશની કમલનાથ સરકારે મંત્રીપદ આપ્યું છે. જે કોંગ્રેસે ભાજપ પર આ બાબાને મંત્રી બનાવવા માટે એવો આક્ષેપ કર્યો હતો કે આ ઘટના તો ધાર્મિક છે તે કોંગ્રેસ પણ બાબાને મંત્રી પદ આપી રહી છે. બાબાએ પણ પહેલાં દિવસે હેલિકોપ્ટરની માગણી કરી દીધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article