ભાજપના નેતાઓને રેલી માટે પરવાનગી ન મળતાં, મમતાના ગઢમાં પહોંચવા CM યોગીએ અપનાવ્યો ‘પ્લાન B’

ભાજપના નેતાઓને રેલી માટે પરવાનગી ન મળતાં, મમતાના ગઢમાં પહોંચવા CM યોગીએ અપનાવ્યો 'પ્લાન B'

મમતાના ગઢમાં ભાજપના નેતાઓની ખેંચતાણ ઉગ્ર બની રહ્યું છે. આ માટે એક પછી એક નેતાઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલી કરવાની મંજૂરી ન મળવા છતાં પણ રેલી કરવાની ચીમકી આપી છે.  પુરુલિયા એસપીએ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ રેલી કરશે તો, તેમના પર કાયદેસરની કાર્યવાહી […]

Parth_Solanki

|

Feb 05, 2019 | 10:58 AM

મમતાના ગઢમાં ભાજપના નેતાઓની ખેંચતાણ ઉગ્ર બની રહ્યું છે. આ માટે એક પછી એક નેતાઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલી કરવાની મંજૂરી ન મળવા છતાં પણ રેલી કરવાની ચીમકી આપી છે.  પુરુલિયા એસપીએ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ રેલી કરશે તો, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈન અને મ.પ્રના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પણ પ. બંગાળ સરકારે રેલી કરવાની મંજૂરી આપી ન હતી. હુસૈન મુર્શિદાબાદ અને શિવરાજસિંહ બહેરામપુરમાં રેલી કરવા માગતા હતાં. તો બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, તેમણે યોગીની રેલી પર કોઈ પ્રતિબંધ નથી મુક્યો.

આજે પશ્ચિમ બંગાળના પુરુલિયા અને બાકુરામાં યોગી આદિત્યનાથ જનસભાને સંબોધિત કરવના હતાં. પરંતુ સોમવાર સાંજ સુધી હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી ન મળતા ભાજપે પોતાની નવી કવાયત શરૂ કરી છે. ભાજપે યોગીને બોકારો સુધી હેલિકોપ્ટર અને ત્યાર બાદ સડક માર્ગે પુરુલિયા પહોંચવાનો કાર્યક્રમ બનાવ્યો હતો.

મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે, મને અત્યંત દુ:ખ છે કે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કર્મભૂમિ, આપણું બગાળ આજે મમતા બેનર્જી અને તેમની સરકારની અરાજકતા તેમ જ ગુંડાગર્દીથી પીડિત છે. હવે સમય આવ્યો છે કે, બંગાળને એક સશક્ત લોકતાંત્રિક આંદોલનના માધ્યમથી સંવિધાનના રક્ષણ માટે બેનર્જી સરકારમાંથી મુક્ત કરવામાં આવે. હું આજે પુરુલિયામાં તમારા બધા વચ્ચે આંદોલનની ધ્વજા લઈને ભ્રષ્ટાચારીઓના ગઠબંધન સામે પડકાર બનીને ઉભો રહીશ.

તો આ તરફ મમતા બેનર્જીએ યોગી પર હુમલો કરતાં કહ્યું કે, પુરુલિયામાં રેલી યોજવા પર કોઈ પ્રતિબંધ નથી. યોગી આદિત્યનાથને રેલી કરવા દો. પોતાનું યુપી તો સંભાળી નથી શકતા, ત્યાં પોલીસ કર્મીઓની હત્યા થઈ રહી છે, મોબ લિંચિંગ થઈ રહ્યું છે, તેમ છતાં યોગી બંગાળમાં ફરી રહ્યાં છે. તેમને કહો કે પહેલા તેમનું રાજ્ય સંભાળે. બંગાળમાં ભાજપ અને મમતા વચ્ચે રાજકીય રસાકસી બની રહી છે.

[yop_poll id=1098]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati