બંગાળમાં પણ 100%ની ક્ષમતા સાથે સિનેમાઘરો ખુલશે: મમતા બેનર્જી, રાજ્ય સરકારોમાં કોરોના ડર ઓસર્યો !

|

Jan 09, 2021 | 6:28 PM

મમતા બેનર્જીએ 26મો કોલકતા ફિલ્મ ફેસ્ટિવલને વિડીયો કોન્ફરેન્સ દ્વારા સંબોધીત કરી હતી. જે દરમ્યાન તેમણે કહ્યું કે, ' મહામારીના કારણે સીનેમઘરો માત્ર 50 પ્રતિશત ક્ષમતાની સાથે ખોલવાની પરવાનગી હતી,જે હું પૂરેપૂરી 100 પ્રતિશત કરું છું પણ તમામ સાવચેતીના પગલા સાથે. '

બંગાળમાં પણ 100%ની ક્ષમતા સાથે સિનેમાઘરો ખુલશે: મમતા બેનર્જી, રાજ્ય સરકારોમાં કોરોના ડર ઓસર્યો !
mamta banerjee

Follow us on

સમગ્ર દેશમાં કોરોનાએ પોતાના કાળા કેરને જાળવી રાખ્યો છે ત્યારે સરકારે દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી દીધી છે, તો એકબાજુ રાજ્ય સરકારોમાં કોરોનાનો ડર જાણે ખાતમ થઈ રહ્યો હોય તેવું લાગે છે. કારણ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના રાજ્યના સીનેમા ઘરોને 100%ની ક્ષમતા સાથે ખોલવાની પરવાનગી આપી દીધી છે. માત્ર મમતા બેનર્જી જ નહીં પણ તમિલનાડુ સરકારે પણ થોડા દિવસ અગાઉ પૂરી ક્ષમતા સાથે સીનેમાઘરો ખોલવાની પરવાનગી આપી હતી.

મમતા બેનર્જીએ 26મો કોલકતા ફિલ્મ ફેસ્ટિવલને વિડીયો કોન્ફરેન્સ દ્વારા સંબોધીત કરી હતી. જે દરમ્યાન તેમણે કહ્યું કે, ‘ મહામારીના કારણે સીનેમાઘરો માત્ર 50 પ્રતિશત ક્ષમતાની સાથે ખોલવાની પરવાનગી હતી,જે હું પૂરેપૂરી 100 પ્રતિશત કરું છું પણ તમામ સાવચેતીના પગલા સાથે. ‘

mamta banerjee at KIFF

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યથાવત છે પશ્ચિમ બંગાળમાં કોરોનાનો કેર-
ગયા અઠવાડિયે સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધતો રહ્યો છે પરંતુ પાંચ રાજ્યો એવા છે કે કુલ એક્ટિવ કોરોના કેસની 62 પ્રતિશતની ભાગીદારી છે જેમાં પશ્ચિમ બંગાળ તો ચોથા સ્થાન પર છે. 8 જાન્યુઆરીના આંકડાઓના પ્રમાણે પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં જ 926 નવા કોરોના કેસ આવ્યા હતા.

તમિલનાડુમાં પણ ખૂલ્યા 100%ની ક્ષમતા સાથે સીનેમાઘરો-
તાજેતરમાં જ તમિલનાડુ સરકારે પણ પૂરેપૂરી ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવા સબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી. જો કે કેન્દ્રીય ગૃહ સચિવ આજય ભલ્લાએ તમિલનાડુના સચિવને પત્ર લખ્યો અને કહ્યું કે તેમનો આ આદેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશને હલકો બનાવી દયે છે. અજય ભલ્લાએ તામિલનાડુના મુખ્ય સચિવને કહ્યું કે તાત્કાલિક તેવા દિશાનિર્દેશ જારી કરો કે જે કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુરૂપ હોય.

કેન્દ્રના નિયમોની અવગણના-
મહામારીના કારણે સીનેમઘરો માત્ર 50 પ્રતિશત ક્ષમતાની સાથે ખોલવાની પરવાનગી હતી. જે પછી દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોને 50 પ્રતિશત ક્ષમતા સાથે સીનેમઘરો શરૂ કાર્ય હતા. આ પછી મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોએ પણ સીનેમાઘરો શરૂ કરી દીધા હતા. સીનેમઘરમાં પ્રવેશતા પહેલા માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનિટાજેશન જેવા નિયમો લાગુ કરાયા હતા. કેન્દ્રએ આ પછી સિનેમાઘરોને લઈને કોઈ પણ નવા આદેશ જાહેર કાર્ય નથી પણ રાજ્ય સરકારો હવે પોતાના હિસાબથી નિયમો બદલી રહી છે.

Next Article