Uttarakhand : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું, હવે 56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન

|

Jul 02, 2021 | 11:47 PM

Uttarakhand's new CM : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપ્રત કર્યું છે. હવે ફરી ઉત્તરાખંડમાં કોઈ નેતા નવા મુખ્યપ્રધાન બનશે.

Uttarakhand :  મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું,  હવે 56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન
PHOTO : ANI

Follow us on

 Uttarakhand new CM : ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Tirath Singh Rawat)રાજીનામું આપી દીધું છે . આ પાછળનું કારણ બંધારણીય સંકટ હોવાનું જણાવાયું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે છ મહિનાની અંદર મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતનું વિધાનસભાના સભ્ય બનવું જરૂર છે.આ સમયે પેટચૂંટણી શક્ય નથી, તેથી તીરથસિંહ રાવત મુખ્યપ્રધાનપદ પર રહી રહી શકે એમ નથી.

રાજીનામાની સત્તાવાર જાહેરાત
10 માર્ચે ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી પદના શપથ લેનારા તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat) રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપ્રત કર્યું છે. લોકપ્રતિનિધિ કાયદાની કલમ 191 એ મુજબ તે છ માસમાં ફરીથી ચૂંટાઇને આવી શકે તેમ નથી. આથી તેમણે રાજીનામું આપ્યું છે અને તેની સત્તાવાર જાહેરાત પણ થઇ ગઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

56 ધારાસભ્યોમાંથી કોઈ એક બનશે મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાનપદેથી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) ના રાજીનામાં બાદ હવે ભાજપના 56 ધારાસભ્યોમાંથી કોઈ એકને મુખ્યપ્રધાન ( Uttarakhand new CM) બનાવવા પડશે. હાલમાં મુખ્યપ્રધાનની રેસમાં ધનસિંહ અને સતપાલ મહારાજ સહિત ચાર નેતાઓ ઉપરાંત રીતુ ખંડુરી અને પુષ્કર ધામીના નામ સામે આવ્યાં છે. અહેવાલો અનુસાર એક-બે દિવસમાં ધારાસભ્યદળની બેઠક બોલાવવાની પણ તૈયારી ચાલી રહી છે.ધારાસભ્યો હાલમાં તેમના વિસ્તારોમાં છે, તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

તીરથસિંહના રાજીનામા પાછળ આ છે કારણ
ઉત્તરાખંડમાં ચાર મહિનામાં બીજી વખત મુખ્યપ્રધાન બદલવામાં આવશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે. વિધાનસભાની ચૂંટણીના છ મહિના પહેલા પેટાચૂંટણીઓ યોજવામાં આવતી નથી. આ નિયમને જ તીરથસિંહના રાજીનામા પાછળનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

તીરથસિંહ રાવત હજી સુધી વિધાનસભાના સભ્ય નથી. મુખ્યમંત્રી બનવા માટે શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. 10 માર્ચ 2021 ના ​​રોજ તિરથસિંહ રાવત મુખ્યપ્રધાન બન્યા હતા, આ મૂજબ તેઓ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના મુખ્યપ્રધાનપદ પર રહી શકે અમે હતા.

આ પણ વાંચો : Price of Pulses : હવે દાળો થશે સસ્તી, કેન્દ્ર સરકારે દાળોના ભાવ પર નિયંત્રણ લાવવા આ મહત્વનો નિર્ણય લીધો

આ પણ વાંચો : Sandesara Group case : સાંડેસરા ગ્રુપ કેસમાં EDની મોટી કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત

Published On - 11:08 pm, Fri, 2 July 21

Next Article