ચીટર ચીન ચારે બાજુએ ઘેરાયું, હવે રશિયાએ આપ્યો તગડો ઝટકો,S-400 મિસાઈલની ડિલિવરી કરી રદ

|

Jul 27, 2020 | 11:06 AM

ચાલબાઝ ચીન હવે તેના કરતૂતનાં કારણે દુનિયામાં પંકાયું છે. ભારત સાથે ગલવાન સરહદે વિવાદ સર્જીને પોતાને મોટું આર્થિક નુક્શાન પહોચાડનારા ચીનને હવે દુનિયાભરમાંથી મોટા ઝટકા મળી રહ્યા છે. એક બાદ એક દેશ ચીનની મોબાઈલ એપ્લિકેશન હોય કે પછી તેની સાથે થયેલા સોદા, ધીરેધીરે કરીને તેમાંતા હાથ ખેંચી રહ્યા છે. ભારત, અમેરિકા, જાપાન બાદ હવે રશિયાએ […]

ચીટર ચીન ચારે બાજુએ ઘેરાયું, હવે રશિયાએ આપ્યો તગડો ઝટકો,S-400 મિસાઈલની ડિલિવરી કરી રદ
http://tv9gujarati.in/cheater-chin-cha…0-misail-no-sodo/

Follow us on

કોરોના વાયરસને લઈને દુનિયાભરની નિંદા સહન કરી રહેલા ચીનને રશિયાએ મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ ચીનને આપવાની S-400 મિસાઈલની ડિલિવરીને સસ્પેન્ડ કરી નાખી છે. મજાની વાત એ છે કે ડીલ સસ્પેન્ડ થઈ ગયા બાદ ચીનનાં મિડિયાએ તેને અલગ રીતે જ રજૂ કરતા રશિયાની મજબુરીમાં તેને ખપાવી દીધું.

એક માહિતિ મુજબ રશિયાની મિડિયો એજન્સી યુ.એ. વાયરનાં જણાવ્યા અનુસાર રશિયાએ જાહેરાત કરી હતી કે તે S-400 મિસાઈલ સિસ્ટમને તે ચીનને સોંપવા પર હાલમાં રોક લગાડી દેવામાં આવી છે.

રશિયા દ્વારા મિસાઈલો આપવાનીનાં પાડ્યા બાદ ચીનનાં છાપા સોહોએ ચીનની તરફ પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે રશિયાએ આ પગલુ મજબુરીમાં લેવું પડ્યું છે, કેમ કે તે નથી ઈચ્છતું કે કોરોના વાયરસથી લડી રહેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું ધ્યાન ભટકી જાય

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
છાપામાં એ પણ લખવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા ઘણી જટીલ છે સાથે જ રશિયાએ તેના મોટી સંખ્યામાં ટેકનીકલ કર્મચારીઓને બેઈજીંગ મોકલવાના રહે છે અને કોરોનાનાં આ સમયમાં ઘણું મુશ્કેલ કામ છે.

રશિયાએ આ ડીલ એવા સમયે સસ્પેન્ડ કરી છે કે જ્યારે હાલમાંજ મોસ્કો તરફથી બેઈજીંગ પર જાસુસીનો આરોપ લગાડવામાં આવ્યો છે. રશિયાનાં અધિકારીઓએ સેન્ટ પીટર્સ બર્ગ આર્કટિક સોશ્યલ સાઈન્સીઝ એકેડમીનાં અધ્યક્ષ વાલેરી મિટ્કોને ચીનને ખાનગી સામગ્રી આપવાનો દોષી ગણીને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

હવે જણાવી દઈએ કે S-400 મિસાઈલ સિસ્ટમ એ S-300નું અપડેટ વર્ઝન છે અને આ 400 કિલોમીટરનાં દાયરામાં આવનારા કોઈ પણ એયરક્રાફ્ટ અથવા હથિયારને નષ્ટ કરી શકે છે. ચીને 2014માં આ ખરીદી માટે રશિયા સાથે સોદો કર્યો હતો.

જણાવી દઈએ કે કોરોના વાયરસનાં કારણે ચીન હાલનાં સમયમાં ના માત્ર ચારે તરફથી નિંદા સહન કરી રહ્યું છે પણ દુનિયાનાં અનેક દેશ તેની સામે પગલા પણ ભરી રહ્યા છે.
સ્થિતિ એ છે કે અમેરિકાનાં વિદેશ પ્રધાન માઈક પોમ્પીયોનું કહેવું છે કે અમેરિકા, ચીનનાંં વિરૂદ્ધમાં એક વિશ્વવ્યાપી ગઠબંધન બનાવવા માગે છે. હાલમાં જ પોમ્પીયોએ ચીન પર આરોપ લગાડ્યો હતો કે તે વાયરસનો ઉપયોગ પોતાનાં અંગત હિતોને સાધવા માટે કરી રહ્યું છે.
અમેરિકાએ શરૂઆતથી જ ચીન પર આક્રમક કહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફરી એક વાર ચીનને પોતાનું પ્રમુથ પ્રતિસ્પર્ધી માન્યું છે અને શી જીનપીંગ પર આરોપ લગાડ્યો છે કે તેમણે કોરોના વાયરસની મહામારીને જાણી જોઈને છુપાવી રાખી છે. ટ્રંપ કોરોમા મહામારીને ચીની પ્લેગ કહે છે. વેપારને લઈને પણ અમેરિકા,ચીનથી નારાજ ચાલી રહ્યું છે.

આ તરફ બ્રિટને પણ કોરોના વાયરસ મહામારી અને હોંગકોંગને લઈ ચીન સામે કડક વલણ અપનાવ્યું છે. હાલમાં જ બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જોન્સને 5-જી નેટવર્કથી ચીનની કંપની હુવેઈને બેન કરી દેવાનો નિર્ણય લીધો હતો, કેમકે આરોપ હતો કે બ્રિટેનનો પુરો ડેટા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનાં હાથમાં જઈ શકતો હતો.

 

Next Article