AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : સુપ્રીમ કોર્ટનો મમતા બૅનર્જીને આંચકો, કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ, આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ

મોદી વર્સિસ મમતા અને સીબીઆઈ વર્સિસ પોલીસ કમિશનરની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચિટફંડ કૌભાંડમાં આરોપી બનાવાયેલા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસ કમિશનરે CBI સામે […]

VIDEO : સુપ્રીમ કોર્ટનો મમતા બૅનર્જીને આંચકો, કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ, આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ
| Updated on: Feb 05, 2019 | 6:24 AM
Share

મોદી વર્સિસ મમતા અને સીબીઆઈ વર્સિસ પોલીસ કમિશનરની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ચિટફંડ કૌભાંડમાં આરોપી બનાવાયેલા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને ચુકાદો આપી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસ કમિશનરે CBI સામે પૂછપરછ માટે રજૂ થવું પડશે, તેમની ધરપકડ નહીં થાય, પણ તપાસમાં સીબીઆઈ સાથે સંપૂર્ણ સહયોગાત્મક વલણ અપનાવવું પડશે. આ મામલાની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

સુનવણી શરુ થતા જ ઍટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે પશ્ચિમ બંગાળના ડીજીપી, મુખ્ય સચિવ અને કોલકાતા પોલીસ કમિશનર વિરુદ્ધ અદાલતની અવમાનની કાર્યવાહીની માંગણી કરી.

તેના પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે રાજીવ કુમાર પાસે કોઈ કારણ ન હોવું જોઇએ કે તેઓ તપાસમાં સહકાર ન આપે. તેમણે પૂછપરછ માટે સીબીઆઈ સામે હાજર થવું પડશે.

કોલકાતા સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરવા માંગે છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ખાતરી આપી કે રાજીવ કુમારની ધરપકડ નહીં કરવામાં આવે.

જુઓ વીડિયો :

Hearing in SC on West Bengal CBI matter: We will direct the Police Commissioner to make himself available and fully cooperate. We will deal with contempt petition later, observed CJI.#TV9News

Hearing in SC on West Bengal CBI matter: We will direct the Police Commissioner to make himself available and fully cooperate. We will deal with contempt petition later, observed CJI.#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ४ फेब्रुवारी, २०१९

[yop_poll id=1089]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">