બજેટ 2020: દુનિયાના 3 મોટા ખતરા જે નાણામંત્રીનું ગણિત બગાડી શકે છે!

|

Jan 24, 2020 | 2:23 PM

એક ફેબ્રુઆરીના રોજ દેશના વિત્તમંત્રી બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યાં છે. ભારતમાં આર્થિક સ્થિતિ અંગે વિપક્ષ સવાલો ઉઠાવે છે તો આર્થિક વિકાસના આંકડાઓ પણ સરકારની સાથે નથી. આવા સમયે ક્યાં એવા કારણો છે કે જેના લીધે બજેટનું અનુમાન ખોટું ઠરી શકે છે. વૈશ્વિક ફેકટર્સ પણ ભારતના અર્થતંત્રને અસર કરતાં હોય છે અને અમે તેના […]

બજેટ 2020: દુનિયાના 3 મોટા ખતરા જે નાણામંત્રીનું ગણિત બગાડી શકે છે!

Follow us on

એક ફેબ્રુઆરીના રોજ દેશના વિત્તમંત્રી બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યાં છે. ભારતમાં આર્થિક સ્થિતિ અંગે વિપક્ષ સવાલો ઉઠાવે છે તો આર્થિક વિકાસના આંકડાઓ પણ સરકારની સાથે નથી. આવા સમયે ક્યાં એવા કારણો છે કે જેના લીધે બજેટનું અનુમાન ખોટું ઠરી શકે છે. વૈશ્વિક ફેકટર્સ પણ ભારતના અર્થતંત્રને અસર કરતાં હોય છે અને અમે તેના વિશે જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

1. વ્યાપારિક તણાવ
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ ચાલી રહી છે. અમેરિકા હવે જાપાન તરફ આગળ વધી રહ્યું છે અને તેના લીધે ફરીથી તણાવની સ્થિતિ ઉતપન્ન થઈ શકે છે. હાલ તો ચીન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ કાબૂમાં છે પણ થોડાક જ વિવાદથી આ મુદો આંતરરાષ્ટ્રીય બજાર પર મોટી અસર પાડી શકે છે અને તેના લીધે ભારતીય અર્થવ્યવસ્થાને ફટકો પડી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે એક પણ ડીલ થઈ શકી નથી અને તેના લીધે સતત નિકાસ ઘટી રહી છે અને ભારતને નુકસાન થઈ રહ્યું છે. આમ ચીન- અમેરિકા વચ્ચેનું ટ્રેડવોર પણ ભારતના આર્થિક વિકાસને ટક્કર આપી શકે છે.

આ પણ વાંચો :  દેશના 154 પૂર્વ જજ અને અધિકારીઓએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CAAના નામે હિંસા પર કાર્યવાહીની માગણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2. વેપારના નિયમોમાં બદલાવ
અમેરિકામાં ટ્રમ્પના આવ્યા બાદ વેપારને લઈને વિવાદ વધી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા સાથે જે દેશનો તણાવ છે તે દેશ સાથે અન્ય કોઈ દેશ વેપાર કરે તો ટ્રમ્પ તેને ધમકી આપે છે. આ સિવાય ટ્રમ્પે વર્લ્ડ ટ્રેડ ઓર્ગાનાઈઝેશનની સામે પણ મોર્ચો માંડ્યો છે. ચીન અને ભારતને વિકાસશીલ દેશનો જે દરજ્જો આપવામાં આવ્યો છે તેના વિરુદ્ધ પણ ટ્રમ્પને વાંધો છે અને તેઓ કહીં રહ્યાં છે કે આ બંને દેશ આ દરજ્જાનો ખોટો લાભ ઉઠાવી રહ્યાં છે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર માટે જાણીતી સંસ્થા પર પણ ટ્રમ્પ મોરચે ચડ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. કાચા તેલની કિંમત
કાચા તેલની કિંમતમાં જે ફેરફાર થઈ રહ્યાં છે તેના લીધે અબજો રુપિયાનો બોજો ભારતીય અર્થવ્યવસ્થા પડી શકે છે. ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે અને તેના લીધે ભારે ફેરફાર કાચા તેલની કિંમતમાં થઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article