MPમાં ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસના PLANની કરીના કપૂરે કાઢી નાખી હવા, જાણો શું હતો કૉંગ્રેસનો PLAN અને કેવી રીતે કરીનાએ કરી નાખી ભાજપની મદદ ?
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના અહેવાલોને અફવા ગણાવી તેને ફગાવી દિધા છે. એક વેબસાઇટને આપેલા ઇંટર્વ્યૂમાં કરીના કપૂર ખાને કહ્યું કે તેના ચૂંટણી લડવા અંગેના અહેવાલોમાં કોઈ તથ્ય નથી. આ માટે અત્યાર સુધી કોઈએ તેનો સંપર્ક પણ નથી કર્યો. હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો પર જ કેન્દ્રિત છે. Web […]

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના અહેવાલોને અફવા ગણાવી તેને ફગાવી દિધા છે.
એક વેબસાઇટને આપેલા ઇંટર્વ્યૂમાં કરીના કપૂર ખાને કહ્યું કે તેના ચૂંટણી લડવા અંગેના અહેવાલોમાં કોઈ તથ્ય નથી. આ માટે અત્યાર સુધી કોઈએ તેનો સંપર્ક પણ નથી કર્યો. હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો પર જ કેન્દ્રિત છે.
આ પણ વાંચો : ‘ગલી બૉય’ની આ ધમાલ જોઈને તમે પણ આવી જશો ધમાલ કરવાના મૂડમાં, થયું નવું ગીત રિલીઝ, તમે VIDEO જોઈ માણો મોજ
નોંધનીય છે કે મધ્ય પ્રદેશ કૉંગ્રેસના બે નેતાઓ ગુડ્ડૂ ચૌહાણ અને અનીસ ખાને કહ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે 30 વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી ભોપાલ બેઠક પર જીત મેળવવા માટે કરીનાને કૉંગ્રેસની ઉમેદવાર બનાવવી જોઇએ. બંને નેતાઓએ એમ પણ કહ્યુ હતું કે તેઓ આ અંગે મુખ્યપ્રધાન કમલનાથને રજુઆત કરશે.
ત્યાર બાદ રાજકીય શેરીઓમાં આ અફવાએ જોર પકડી લીધું કે કરીના કપૂર લોકસભા ચૂંટણી 2019માં ભોપાલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે.
સતત અફવાઓનો મારો શરુ થતા કરીના કપૂર ખાને પોતે સ્પષ્ટીકરણ આપી દિધું છે કે તે ચૂંટણી લડવાની નથી. કરીના કપૂર છેલ્લા ઘણા સમયથી તૈમૂરના ઉછેરમાં વ્યસ્ત છે અને તેણે ફિલ્મોમાંથી બ્રેક લઈ રાખ્યું છે. હવે તૈમૂર મોટો થઈ ગયો છે અને કરીના ફરી એક વાર બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે, ત્યારે તેણે સમગ્ર ધ્યાન ફિલ્મો પર ફોકસ કરવાનું કહ્યું છે.
ભોપાલ પર 1989થી ભાજપનો કબજો
ભોપાલ લોકસભા બેઠકના ઇતિહાસ પર નજર કરતા જણાય છે કે આ બેઠક પર છેલ્લા 30 વર્ષોથી ભાજપનો કબજો છે. 1952, 1957 અને 1962ની પ્રથમ ત્રણ ચૂંટણીઓમાં ભોપાલ બેઠક કૉંગ્રેસે જીતી હતી, પરંતુ 1967માં ભાજપના શરુઆતી રૂપ જનસંઘે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છિનવી લીધી, તો 1971માં કૉંગ્રેસે પાછી આ બેઠક જનસંઘ પાસેથી ઝુંટવી લીધી. તેવી જ રીતે 1977માં ભાજપના જ એક પૂર્વ રૂપ ભારતીય લોકદળે ભોપાલ બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકી લીધી, તો 1980 અને 1984માં કૉંગ્રેસે વાપસી કરી, પરંતુ 1989માં પોતાની સ્થાપના બાદ ભાજપે પહેલી વાર ભોપાલ બેઠક પર કબજો જમાવ્યો કે જે આજ સુધી જળવાયેલો છે. 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 અને છેલ્લે 2014ની લોકસભા ચૂંટણીમાં ભોપાલ બેઠક પર ભાજપનો જ વિજય થયો, ત્યારે જોવાનું એ રહે છે કે જો કરીના કપૂર કૉંગ્રેસમાંથી ચૂંટણી લડે, તો શું કૉંગ્રેસ ભાજપનો આ ગઢ આંચકી શકશે ?
[yop_poll id=735]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]