દેશમાં 1 લાખથી વધુ health volunteers તૈયાર કરવા BJP અભિયાન ચલાવશે

|

Jun 06, 2021 | 7:46 PM

BJP ના નેતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બેઠકમાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલ 'સેવા હી સંગઠન'નો વિસ્તૃત અહેવાલ અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.

દેશમાં 1 લાખથી વધુ health volunteers તૈયાર કરવા BJP અભિયાન ચલાવશે
BJP President JP Nadda

Follow us on

BJP અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)એ રવિવારે પાર્ટીના મહાસચિવો અને મોરચાના અધ્યક્ષો સાથે મહત્વપૂર્ણ બે દિવસીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બેઠકમાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલ ‘સેવા હી સંગઠન’નો વિસ્તૃત અહેવાલ અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. હવે કરોનાની બીજી લહેર ઓછી થઈ ગઈ છે, પાર્ટીએ નિર્ણય કર્યો છે કે પાર્ટી દેશમાં એક લાખથી વધુ આરોગ્ય સ્વયંસેવકો (health volunteers) તૈયાર કરવા માટે અભિયાન ચલાવશે.

 

શનિવારે વડાપ્રધાન મોદી (PM MODI) એ BJP ના મોરચાના પ્રમુખો સાથે બેઠક કરી હતી. આ સૌજન્ય બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. આ બેઠક દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) અને પાર્ટી મહાસચિવ સંગઠન બી.એલ. સંતોષ પણ હાજર હતા. આ બેઠક ભાજપના મોરચા પ્રમુખો દ્વારા લોકડાઉન દરમિયાન તેમને અપાયેલા કામની સમીક્ષા બેઠક બાદ તરત જ પીએમ મોદીના નિવાસ સ્થાને થઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શનિવારે BJP ના મોરચાના પ્રમુખો જેપી નડ્ડાને તેમના નિવાસ સ્થાને પણ મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાથે મોરચાના પ્રમુખોની બેઠક અનૌપચારિક હતી. બેઠકમાં પીએમ મોદીએ ઉપસ્થિત દરેકને તેમના અને તેમના પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા. વડાપ્રધાને મોરચાના પ્રમુખોને તેમના વિસ્તારોમાં કોરોના સંક્રમણની સ્થિતિ વિશે પણ પૂછ્યું.

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તેમજ આગામી ચૂંટણીઓ અંગે પણ ટૂંકી ચર્ચા થઈ હતી. બેઠકમાં BJP ના નેતાઓને સરકાર અને પાર્ટીની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપના નેતૃત્વએ અગાઉ ચૂંટણી સંગઠનોના મહામંત્રી દ્વારા પણ ચૂંટણી રાજ્યોનું ફીડબેક લીધું હતું.

આ પણ વાંચો : Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે

Next Article