BENGAL ELECTION : આ સાત બેઠકો પર TMC-BJP વચ્ચે ખરાખરીનો ખેલ રહ્યો, હાર-જીતનું અંતર નજીવું રહ્યું

BENGAL ELECTION : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની સાત બેઠકો એવી હતી જ્યાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઉગ્ર હરીફાઈ ચાલી હતી અને હાર-જીતનું અંતર એક હજારથી ઓછા મતોથી ઓછું હતું.

BENGAL ELECTION : આ સાત બેઠકો પર TMC-BJP વચ્ચે ખરાખરીનો ખેલ રહ્યો, હાર-જીતનું અંતર નજીવું રહ્યું
FILE PHOTO
Follow Us:
| Updated on: May 03, 2021 | 6:57 PM

BENGAL ELECTION : ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની ગણતરી દરમિયાન પશ્ચિમ બંગાળની નંદિગ્રામ બેઠક સૌથી વધુ ચર્ચા હતી, જ્યાં હરીફાઈ મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે હતી.પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની સાત બેઠકો એવી હતી જ્યાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઉગ્ર હરીફાઈ ચાલી હતી અને હાર-જીતનું અંતર એક હજારથી ઓછા મતોથી ઓછું હતું.આમાં એક બેઠક એવી હતી જ્યાં હાર-જીતનો નિર્ણય 57 મતો દ્વારા લેવામાં આવ્યો હતો.

દિનહાટા : હાર-જીતમાં 57 મતનું અંતર કૂચબિહારની દિનહાટા વિધાનસભા બેઠક પર TMCના ઉમેદવાર ઉદયન ગુહા અને ભાજપ ઉમેદવાર સાંસદ નિશિથ પારમાણિક સામસામે લડી રહ્યા હતા. નિશિથ પારમાણિકને 1,16,035 મત મળ્યા જયારે ઉદયન ગુહાને 1,15,978 મત મળ્યા. એટલે કે ભાજપ ઉમેદવાર સાંસદ નિશિથ પારમાણિક 57 મતના અંતરથી દિનહાટા બેઠક જીત્યાં.

બલરામપુર : 423 મતનું અંતર રહ્યું હાર-જીતમાં પુરલીયા જિલ્લાની બલરામપુર વિધાનસભા બેઠક પર TMCના ઉમેદવાર શાંતારામ મહતો અને ભાજપ ઉમેદવાર બનેશ્વર મહતો વચ્ચે મુખ્ય ટક્કર હતી. ભાજપના બનેશ્વર મહતોને 89,521 મત મળ્યા અને TMCના શાંતારામ મહતોને 89,098 મત મળ્યા અને ભાજપ ઉમેદવાર બનેશ્વર મહતો 423 મતથી જીત્યાં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દંતન : હાર-જીતમાં 623 મતનું અંતર પશ્ચિમ મેદીનીપુર જિલ્લાની દંતન વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના બિક્રમ ચંદ્ર પ્રધાનને 95,209 મત મળ્યા જયારે ભાજપના શક્તિપદ નાયકને 94,586 મત મળ્યા. આમ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર બિક્રમ ચંદ્ર પ્રધાન 623 મતોથી જીત્યાં.

કુલટી : 679 મતનું અંતર રહ્યું હાર-જીતમાં પશ્ચિમ વર્ધમાનપુર જિલ્લાની કુલટી બેઠક પર ભાજપના ઉમેદવાર અજયકુમાર પોદ્દારને 81,112 મત મળ્યા અને તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર ઉજ્જલ ચેટરજીને 80,433 મત મળ્યા. આમ ભાજપના ઉમેદવારઅજયકુમાર પોદ્દાર 679 મતોથી જીત્યાં.

જલપાઈગુડી : હાર-જીતમાં 941 મતનું અંતર જલપાઈગુડી વિધાનસભા બેઠક પર મુખ્ય ટક્કર TMCના ઉમેદવાર પ્રદીપકુમાર બર્મા અને ભાજપ ઉમેદવાર સૌજીત સિંહ વચ્ચે હતો. પ્રદીપકુમાર બર્માને 95,668 મત મળ્યા જયારે સૌજીત સિંહને 94,727 મળ્યા. આમ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપકુમાર બર્મા 941 મતોથી જીત્યાં.

ઘાટાલ : હાર-જીતમાં 966 મતનું અંતર પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની ઘાટાલ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સીતલ કપટને 1,05, 812 મત મળ્યા અને તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર શંકર દોલાઈને 1,04,846 મત મળ્યા. આમ ભાજપ ઉમેદવાર સીતલ કપટ 966 મતોથી જીત્યાં.

આ પણ વાંચો : પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની PM MODI પર શું અસર પડી ? છબી ખરડાઈ કે તાકાત વધી?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">