West Bengalમાં BJP-TMC આવશે આમને સામને, જાણો ભાજપની વ્યુહ રચના

|

Jan 03, 2021 | 4:09 PM

ભાજપ નેતૃત્વએ પોતાના મિશન West Bengal ને લઇને જાન્યુઆરી માસ માટે કાર્ય યોજનાને અંતિમ રૂપ આપી દીધું છે. જેમાં ભાજપ આ મહિને બે મુખ્ય દિવસો સ્વામી વિવેકાનંદ જયંતી અને સુભાષચંદ્ર બોઝ જયંતી પર અનેક કાર્યક્રમ કરશે. જેમાં બંગાળને રાષ્ટ્રીય જાગરણ અને આંતરરાષ્ટ્રીય ભૂમિકાને જોડીને પોતાની પકડ મજબૂત કરવાની કોશિષ કરશે. જેમાં ડિસેમ્બર માસમા ભાજપના પ્રમુખ […]

West Bengalમાં BJP-TMC આવશે આમને સામને, જાણો ભાજપની વ્યુહ રચના

Follow us on

ભાજપ નેતૃત્વએ પોતાના મિશન West Bengal ને લઇને જાન્યુઆરી માસ માટે કાર્ય યોજનાને અંતિમ રૂપ આપી દીધું છે. જેમાં ભાજપ આ મહિને બે મુખ્ય દિવસો સ્વામી વિવેકાનંદ જયંતી અને સુભાષચંદ્ર બોઝ જયંતી પર અનેક કાર્યક્રમ કરશે. જેમાં બંગાળને રાષ્ટ્રીય જાગરણ અને આંતરરાષ્ટ્રીય ભૂમિકાને જોડીને પોતાની પકડ મજબૂત કરવાની કોશિષ કરશે.

જેમાં ડિસેમ્બર માસમા ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડા અને ગુહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમા અનેક પ્રવાસ કર્યા હતા. જે દરમ્યાન રાજયની પ્રમુખ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી હતી. જેમાં અમિત શાહના રાજકીય પ્રવાસ દરમ્યાન નવ ધારાસભ્યો અને એક સાંસદે ભાજપનો હાથ થામી લીધો. જેના પગલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ તમામ સ્થળનો પ્રવાસ કર્યો જે જગ્યાએથી નેતાઑ ભાજપમા જોડાયા. જેના પગલે હવે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જાન્યુઆરી માસમા ટકરાવ વધશે.

જેમાં વાત કરીએ તો એક તરફ તૃણમૂલ કોંગ્રેસ સ્થાનિક અસ્મિતા અને બંગાળની ધરોહર જેવા મુદ્દાઓ સાથે આગળ વધી રહી છે. ત્યારે ભાજપ પોતાને ડો . શ્યામા પ્રસાદ મુખર્જીની પાર્ટી બતાવીને રાષ્ટ્રીય સ્તરે બંગાળની ભૂમિકા સાથે પોતાને જોડવા માંગે છે. ભાજપ આ મહિને 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતી અને 23 જાન્યુઆરીએ સુભાષ ચંદ્ર બોઝની જયંતી રાજયમાં અનેક વિસ્તારોમા મોટાપાયે કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેમાં સ્વામી  વિવેકાનંદ અને  સુભાષ ચંદ્ર બોઝની  ભૂમિકા  રાષ્ટ્રીય સ્તર થી લઇને આંતર રાષ્ટ્રીય સ્તર સુધી રહી છે. ભાજપ તેના  માધ્યમથી  બંગાળની સ્થાનિક ભૂમિકા રાષ્ટ્રીય અને વૈશ્વિક સંદર્ભથી જોડશે. જેના માધ્યમથી ભાજપ રાજયમા પોતાની પકડ મજબૂત કરશે અને તૃણમૂલ કોંગ્રેસની પ્રાદેશિક રાજનીતિની ભૂમિકાને સીમિત કરવાની કોશિષ પણ કરશે.

Next Article