લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ

|

Apr 11, 2021 | 10:23 AM

શનિવારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના નેતા ઉદયન રાજે ભોસલેએ રસ્તા પર ભીખ માંગીને મહારાષ્ટ્રમાં લોકડાઉન સામે વિરોધ શરૂ કર્યો છે.

લોકડાઉન સામે વિરોધ: હાથમાં કટોરો લઈને ભીખ માંગવા રસ્તા પર બેઠા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ
લોકડાઉનનો વિરોધ

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોનાની પાયમાલી વચ્ચે સંભવિત સંપૂર્ણ લોકડાઉન સામે વિરોધ શરૂ થયો છે. શનિવારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના નેતા ઉદયન રાજે ભોસલે હાથમાં કટોરો લઈને ભીખ માંગતા રસ્તા પર જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકએન્ડ લોકડાઉનના કારણે વેપારીઓ ત્રસ્ત છે અને ગરીબોને ભૂખે મરવા, તેમજ ભૂખે સુવાની હાલાકી વેઠવી પડી રહી છે.

તમને જણાવી દઈએ કે કોરોના સામે લોકડાઉનને લઈને વિરોધ પર બેસેલા ભોસલેએ ભિખારી આંદોલનમાંથી 450 રૂપિયા એકઠા કર્યા હતા. અને આ 450 રૂપિયાની રકમ લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટે મળ્યા હતા અને લોકડાઉન ઉપર ફેરવિચારણા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારમાં બેઠેલા નિષ્ણાત જૂથને કોઈ પણ બાબતમાં નિપુણતા હોતી નથી. લોકડાઉન એ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં.

નો લોકડાઉનની કરી વાત

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમને આગળ જણાવ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને વેપારીઓએ લોન લઈને માલની ખરીદી કરી છે. જો હવે દુકાનો ખોલવામાં આવતી નથી, તો બેંકના હપ્તા ક્યાંથી ભરાશે? તેમણે ચેતવણી આપી છે કે આવતીકાલથી તેઓ ‘નો લોકડાઉન’ જાહેર કરે છે. જો ક્યાંક સંઘર્ષ થાય તો તેની જવાબદારી ઠાકરે સરકારની રહેશે.

સાંસદ પાટીલે સમર્થનમાં ખેતરમાં ઘઉં કાપ્યા

તે જ સમયે, સતારામાં સાંસદ શ્રીનિવાસ પાટિલ લોકડાઉનના સમર્થનમાં ઘઉંનો પાક લેવા ખેતરોમાં ઉતર્યા હતા. પાટિલે લોકસભા પેટા-ચૂંટણીમાં ઉદયનરાજે ભોસાલેને હરાવ્યા હતા. પાટિલ માથા પર રૂમાલ, સફેદ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ પહેરીને ખેડૂતનો વેશ ધારણ કર્યો હતો. તેમણે લોકડાઉનને ટેકો આપીને ખેતરમાં કામ કર્યું હતું.

 

આ પણ વાંચો: Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો

Next Article