VIDEO: જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમા કંપનીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

|

Nov 26, 2019 | 5:00 PM

પાક વીમાના વળતર મામલે વીમા કંપનીઓની આડોડાઇનો મુદ્દો હવે સડકથી માંડીને સંસદ સુધી ગૂંજ્યો છે. અને વીમા કંપનીઓની આડોડાઇ મુદ્દે ભાજપના નેતાઓ હવે ખૂલીને સામે આવી રહ્યા છે. જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સંસદમાં વીમા કંપનીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને વીમા કંપનીઓ પોતાને ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.   […]

VIDEO: જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમા કંપનીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

Follow us on

પાક વીમાના વળતર મામલે વીમા કંપનીઓની આડોડાઇનો મુદ્દો હવે સડકથી માંડીને સંસદ સુધી ગૂંજ્યો છે. અને વીમા કંપનીઓની આડોડાઇ મુદ્દે ભાજપના નેતાઓ હવે ખૂલીને સામે આવી રહ્યા છે. જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સંસદમાં વીમા કંપનીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. અને વીમા કંપનીઓ પોતાને ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: VIDEO: ગુજરાતના ખેડૂતોએ પેપ્સીકો કંપની સામે માંડ્યો મોરચો, FC5 બિયારણનુ વાવેતર કરી સત્યાગ્રહની કરી શરૂઆત

જોકે સાંસદનું માનવું છે કે વીમા કંપનીઓ ખેડૂતોને તેમના હકનું વળતર આપવામાં ઠાગાઠૈયા કરે છે. જોકે તેઓએ માગ કરી કે વીમા કંપનીઓનો અબાધિત અધિકાર નિયંત્રિત કરવો જોઇએ. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ ભાજપના સાંસદ પરબત પટેલ પણ વીમા કંપનીઓ સામે મોરચો માંડી ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી પણ ખેડૂતોનો પક્ષ લઇને પોતાની નારાજગી દર્શાવી ચૂક્યા છે. એટલું જ નહીં રાજ્યના મુખ્યપ્રધાને પણ વીમા કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે વીમા કંપનીઓ સામે ભાજપના નેતાઓનો આ મોરચો ખેડૂતોને વળતર અપાવવામાં કેટલો સફળ થાય છે. અને ભાજપના નેતાઓની નારાજગીથી વીમા કંપનીઓના પેટનું પાણી હલે છે કે કેમ…?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article